________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
નંદીવર્ધનમાં વિપર્યાસ વર્તતો હતો તેથી બાળકો ઉપર પુણ્યના ઉદયથી થતો પોતાનો પ્રભાવ નંદીવર્ધનને વૈશ્વાનરનો પ્રભાવ જણાતો હતો. તેથી તેનો ક્રોધ સાનુબંધ થતો હતો. જ્યારે વિવેકી જીવોને તો નિર્મળષ્ટિ હોય છે તેથી પુણ્યના પ્રભાવને જાણીને પુણ્યના બીજભૂત કષાયના શમન માટે યત્ન કરે છે. I૧૮ શ્લોક - वितीर्णतेजोमतिधैर्यवीर्यवैश्वानरप्रेमपरोऽथ पित्रा । दत्तोऽहमाचार्यवरस्य भाग्याद्,
विनोद्यम शिक्षितवान् कलौघम् ।।१९।। શ્લોકાર્ચ - વિસ્તારણ પામતી તેજસ્વી મતિવાળો, ધૈર્યવાળો, વીર્યવાળો અને વૈશ્વાનરના પ્રેમમાં તત્પર એવો હું પિતા વડે આચાર્યવરને ભાગ્યથી અપાયો. ઉઘમ વગર કલાના સમૂહને શીખ્યો. I૧૯ll શ્લોક :
सहेतुकं वाप्यहेतुकं वा, समस्तबालैः कलहायमानः । वैश्वानरालिङ्गितमूर्तिरुच्चैः,
खेदाय तेषां च गुरोश्च जातः ।।२०।। શ્લોકાર્ચ -
સહેતુક અથવા અહેતુક સમસ્ત બાળકો સાથે કલહને કરતો, વિશ્વાનરથી અત્યંત આલિંગિત મૂર્તિવાળો તેઓને=બાળકોને, અને ગુરુને ખેદ માટે થયો. ||૨|| શ્લોક -
प्रतिब्रुवाणो गुरुरप्यलम्भि, मया तिरस्कारपदं परे के।