SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૧૩-૨૧૪-૨૧૫ શ્લોકાર્ચ - અત્યંત ભેદી એવા યોગી અને ભોગીના મતદ્વયમાં કાલવિલંબન પક્ષને મધ્યમ ધારણ કરે છે. સ્પર્શનને અનુસરનારા પણ લોકલજ્જાના ગુણથી અતિ નિંધકર્મને કરતા નથી. મધ્યમબુદ્ધિ જીવોનાં કર્મો તત્ત્વને સ્પષ્ટ દેખાડે તેવાં નિર્મલ નથી તોપણ ગાઢ વિપર્યાસ આપાદક પણ નથી તેથી યોગીનો મત અને ભોગીનો મત સાંભળીને કાલવિલંબન પક્ષનો આશ્રય કરે છે. યોગીનો મત છે કે નિર્વિકારી અવસ્થા જ સુખ છે, ભોગીનો મત છે કે જે પ્રકારના વિકારો ઊઠે છે તે પ્રકારે જ ચેષ્ટા કરવાથી સુખ થાય છે અને મધ્યમબુદ્ધિ બંને મતો સાંભળીને કાલવિલંબન પક્ષનો આશ્રય કરે છે અને સ્પર્શનેન્દ્રિયને અનુસરે છે તોપણ લોકલજ્જાના ગુણને કારણે અતિ નિંદ્યકર્મ કરતો નથી, તેથી તેનો લોકલજ્જાગુણ જ તેનું રક્ષણ કરે છે. ર૧all શ્લોક : बुद्ध्वाऽपि वाक्याद् विदुषां विशेषमदृष्टदुःखा न तथाऽऽचरन्ति । अकीर्तिभाजश्च जघन्यसंगात्, कुर्वन्ति विद्वद्वचनानुवृत्तिम् ।।२१४ ।। શ્લોકાર્ચ - વિદ્વાનના વાક્યથી વિશેષને જાણીને પણ અદષ્ટ દુઃખવાળા=સ્પર્શનમાં કામની વિહ્વળતારૂપ દુઃખ છે તેને નહીં જોનારા, એવા મધ્યમો તે પ્રકારે આચરતા નથી=વિશેષને આચરતા નથી. અને જઘન્યના સંગથી અકીર્તિને પામેલા મધ્યમબુદ્ધિ જીવો વિદ્વાનનાં વચનોની અનુવૃત્તિને કરે છે. ll૧૪ll શ્લોક : ते मध्यमा मध्यमबुद्धयः स्युरितीदमाकर्ण्य स मध्यबुद्धिः ।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy