________________
કલ્યાણ કરો.” આવો આશીર્વાદ અપાયા પછી કુશળ તબલચીઓ તકારધોંકાર આદિ શબ્દ કરતા ત્રિવિધ મૃદંગો વગાડવા લાગ્યા; ક્રમ અને વ્યુત્ક્રમવાળા અનેક તાન સહિત પ્રવીણ વીણાવાદીઓ વીણા બજાવવા માંડ્યા; ઘણા સુરવાળી અને અત્યંત મધુર વેણુના વાજીંત્ર પણ નિપુણ વેણુવાદીઓએ શરૂ કરી દીધા. સાથે સાથે ગાયનવાળી સ્ત્રીઓ વસંતશ્રીરાગ-મધુવાદ આદિ રાગના ગાયનો હાથવતી તાલ દઈ દઈને ગાવા લાગી.
ઉત્તમ વસ્ત્રાલંકારમાં સજ્જ થઈ આવેલી મગધસેના પણ ક્ષણમાં પૃથ્વી તરફ અને ક્ષણમાં આકાશ તરફ દૃષ્ટિ કરતી વિચિત્ર ચાળા-નયન અને હાથના પ્રક્ષેપ-નવનવીન હાવભાવ-શરીરના વિવિધ અભિનયો આદિ કરતી નૃત્ય કરવા લાગી. એના નૃત્યથી તો સકળ સભાજન ચિત્રમાં આલેખાઈ ગયા હોય અથવા સ્તંભને વિષે કોતરાઈ ગયા હોય એમ તદ્દન નિશ્વળ થઈ ગયા.
આ વખતે હું મગધસેનાને ઘેર હતો ત્યાં મને વિચાર થયો કે સર્વ રાજસેવકો આદિ સુંદર ચીજો જોવા સાંભળવામાં વ્યગ્ર હશે માટે રાજમહેલમાં જઈને મૃગપુચ્છનું માંસ લઈ આવીને મારી ભાર્યાની આજ્ઞા સિદ્ધ કરું. કારણકે એ મારે મને તો પરમ દેવતા છે. એમ વિચારી રાજમહેલે જઈ મૃગપુચ્છનું અંગ કાતરી તેનું માંસ લઈ આવ્યો; કારણકે મોહાંધ શું નથી કરતો ? આ વાતની રક્ષાપાલોને ખબર પડી એટલે એમણે રાજાને નિવેદન કર્યું કે-મહારાજા ! કોઈ મૃગપુચ્છનો નાશ કરી ગયું છે. પણ રંગમાં ભંગ પડવાના ભયથી રાજાએ તે વખતે કંઈ કહ્યું નહીં; કારણકે એઓ (રાજાઓ) એમનું ધ્યાન મૂળ વિષય પરથી ચલિત થઈને અન્યત્ર જાય એવું કરનારને પણ કોઈ વખત સહન કરી લે છે. મેં તો મારું કાર્ય સિદ્ધ થયેલું સમજી વળતે દિવસે ઉજ્જયિની પ્રયાણ કરવાનું નક્કી કર્યું અને મગધસેના નૃત્ય કરતી હતી તે જોવા ઊભો રહ્યો. કારણકે કાર્ય પતી ગયા પછી રહેનારને નિરાંત હોય છે.
પછી તો હું સભામાં બેસી ગયો અને મારી તરફ કોઈની પણ દૃષ્ટિ આકર્ષાણી નહીં તેથી મને હર્ષ થયો; પણ એવા મહાન મેલાવડામાં કોણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૮૮