________________
શૂલીપર રહેલાને પણ નિદ્રા આવે છે એમ કહે છે. થોડો વખત થયો એટલામાં અંધકારની સાથે રાત્રિ પણ ગઈ અને પૂર્વ દિશાનું મુખ વિકસિતા થયું. પછી રફતે રફતે બીજી દિશાઓ પણ સ્વચ્છ અને પ્રકાશિત થઈ. આમ પ્રભાત થયું એટલે મુનિજનો મધુર-ધીમે સ્વરે પ્રતિક્રમણ કરવા લાગ્યા; કારણકે એઓ અન્યદા પણ ઊંચે સ્વરે બોલતા નથી તો આવે વખતે તો શાના જ બોલે ? શ્રમણોપાસક-શ્રાવકો પણ પ્રતિક્રમણ આદિ ક્રિયામાં પડ્યા; કેમકે સાધુજનોની ઉપાસના કરવાવાળાઓએ ધર્મમાં તત્પર રહેવું યુદ્ધ છે. અન્યજનો પણ ગૃહકાર્યો કરવા માટે ત્વરાથી ઉઠી ઊભા થયા; કારણકે સર્વજનો સંસારના કાર્યો કરવા માટે નિત્ય ઉત્કંઠિત રહે છે.
પછી હું ત્રિવિધ ત્રિવિધ (મન-વચન અને કાયાએ કરીને) પત્નીનો ત્યાગ કરીને વિષયોને જીતવાની ઈચ્છાએ મારે ગામ આવ્યો. ત્યાં મારા બાંધવોને મારો યથાસ્થિત અભિપ્રાય નિવેદન કરીને આ સંસારના સર્વ પ્રકારના દુઃખથી મુક્તિ આપનાર એવી દીક્ષા મેં ગ્રહણ કરી. હે મંત્રી ! આ “અતિભય” જે મારા અનુભવવામાં આવ્યો હતો તેનું મને સ્મરણ થઈ આવવાથી એ શબ્દ મારા મુખમાંથી સહેજ નીકળી ગયો હતો. કારણકે આ મન એક વાનર જેવું છે તે ગમે ત્યારે ગમે ત્યાં ભમ્યા કરે છે.
મંત્રીએ પણ કહ્યું- હે મુનિરાજ ! આપ કહો છો તે સત્ય જ છે પણ લોકો મોહને લીધે સમજતા નથી. જ્ઞાનચક્ષુવડે તમે સ્ત્રીનું સર્વ સ્વરૂપ સમજ્યા છો. અથવા તો મહાસાગરનો મધ્ય ભાગ નાવિક વિના અન્ય કોઈ જાણી શકતો નથી. સ્ત્રીનો સમાગમ ત્યજી દેનાર તમારા જેવાને ધન્ય છે ! કારણકે લોખંડની શૃંખલા કાંઈ જેના તેનાથી તોડી શકાતી નથી. તમે જ શૂરવીર, તમે જ પરમ સ્થિર, તેમ જ પરમ ધૈર્યવાન અને તમે જ ગુણોના ભંડાર છો. તમે જ ક્ષમાવાન, તમે જ યશવાન, તમે જ ગંભીર અને તેમ જ ચતુર છો. કામદેવનો પરાજય કરનાર પણ તમે જ છો. તમે જ વિચક્ષણ છો, તમે જ દેવતા છો, તમે જ સુલક્ષણા છો. કારણકે તમે પરિણામના ફળની આકાંક્ષાવાળા, પણ કામભોગની આકાંક્ષાવગરના હોઈને ઈન્દ્રિયોનું દમન કરી ત્રીજનનો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૭૯