SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ “પલ્લીપતિના મૃત્યુ સંબંધી નાટક”નો “પૂર્વરંગનો પ્રવેશ” થયો હોય નહીં ! આમ શત્રુનો વધ થવાથી મારા એ વાનર-બંધુએ અતિ હર્ષપૂર્વક પોતાના યૂથનું અધિપતિત્વ પ્રાપ્ત કર્યું. પછી એની રજા લઈ હું ક્રોધે ધમધમતો પેલી પલ્લી ભણી ચાલ્યો કારણકે મૃગલાં સિંહને ઘા કરી ગયા હોય એ સિંહ ભૂલી જાય ખરો ? ત્યાં જઈને મેં રાત્રિએ પલ્લીપતિના ઘરમાં ખાતર દીધું તે જાણે મૃત્યુ પામેલાના જીવને નીકળી જવાને દ્વાર કરી આપ્યું હોય નહીં ! પછી મેં જોયું તો પેલો મારી સ્ત્રીની સાથે એક જ શય્યા પર સૂતેલો હતો; જાણે છેવટને નિવૃત્તિને અંશે માયાની સંગાથે લોભ હોય નહીં એમ. (મુનિ અભયકુમારને કહે છે) હે શ્રાવક શિરોમણિ ! એ બંને પર મને મૂળ ક્રોધ તો હતો જ તે આ જોઈને તો વિશેષ પ્રજ્વળ્યો. “બહેન નૃત્ય કરવા તૈયાર થાય એમાં વળી પાછી પગે ઘુઘરા બાંધે એવે વખતે ભાઈનો ક્રોધ શું પ્રજ્વલિત થયા વિના રહે ?” એ દૃષ્ટાંત જેવું મારે અહીં થયું, એટલે મેં તો નિર્દય થઈને, ભયંકર સર્પજ હોય નહીં એવી પલ્લીપતિની તલવાર ત્યાં પડી હતી તે ઉપાડી. તેને કોશ થકી બહાર કાઢી ત્યારે એ દુષ્ટ ચોરના નાયકને ગળી જવાને યમરાજાએ પ્રસારેલી જીવ્યા (જીભ) હોય એવી ચકચકતી હતી ! ગાડીના ધોંસરાને એક દાતરડાવતી કાપી નાખીએ તેવી રીતે મેં એ દુષ્ટ ચોરનું મસ્તક એ ખડ્ગવતી છેદી નાખ્યું. અથવા તો પરાભવ પામેલા મનુષ્યો કોપરૂપી ભૂતને વશ થઈને શું નથી કરતા ? પછી તંત્ર મંત્ર જાણનારો જેમ ડાકણને પકડે છે તેમ મેં મારી દુષ્ટ પત્નીને કેશવતી પકડી તિરસ્કાર યુક્ત વચનો કહ્યા;-અરે ! કુલટા ! મારું કુળ લજાવવાવાળી ઘોર રાક્ષસી, આગળ થા. જો એક પણ શબ્દ બોલીશ તો આ તારા યારનું કર્યું તેવું જ તારું કરીશ. કારણકે ગણીએ ત્યાં સુધી જ સ્ત્રી હત્યા; નહીં તો એ ખરહત્યા જ છે. મારા તરફના આવા ભયથી તે મારી આગળ થઈ; સાંજને વખતે પૂર્વ દિશા તરફ જતાં આપણા શરીરની છાયા આપણી આગળ ચાલે છે તેમ. રસ્તે વળી મેં એને આક્રોશનાં વચન સંભળાવ્યા-હે નિર્લજ્જ દુષ્ટા ! હજુ પણ વસ્ત્રના કટકા વેરતી આવ, કે જેથી તને છેવટનો માર્ગ દેખાડું. એમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૬૮
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy