SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પેલા ચોરલોકો પાછળ આવી પહોંચ્યા; પગલાંને અનુસારે પગી આવી પહોંચે છે તેમ. મળ્યો, મળ્યો એમ બોલતાં એઓ હર્ષસહિત વાંસના વનમાં પેઠા અને મને ખડ્ગપ્રહારથી જર્જરિત કર્યો. કારણકે વૈરીના હાથમાં સપડાય એને થોડી જ સુકુમાર કન્યા મળવાની હતી ? માર જ મળવાનો હોય અને તે મને મળ્યો. કાષ્ટની જેમ મને પૃથ્વીપર પાડી દીધો અને મારું મૃત્યુ નીપજાવવાની ઈચ્છાથી મારે હાથે, પગે અને મસ્તક પર પ્રહાર કરી કરીને મને અત્યંત દુ:ખ દીધું. પણ આ જગતમાં સ્ત્રીને કારણે કોને દુ:ખ નથી પડતું ? મને મૃતપ્રાય કરી મૂકી મારી સ્ત્રીને લઈને ચોરલોકો પોતાને સ્થળે જતા રહ્યા. ત્યાં એમના નાયકના ઘરમાં, જેને લીધે હું મૃત્યુ તુલ્ય અવસ્થાએ પહોંચ્યો અને પોતાને પોતાના ચિત્તવલ્લભ પલ્લીપતિનો પુનઃસમાગમ થયો એવી, વસ્ત્રના કટકા વેરતા જવાની પોતાની મતિનો ગર્વ કરતી, મારી સ્ત્રી આનંદથી રહેવા લાગી. આ અવસરે ક્યાંયથી એક વાનર મારી પાસે આવ્યો. મારા જેવાને આવે સમયે કોઈ સહાયક આવી મળે એ પણ રૂડાં ભાગ્ય ! મને નિહાળી નિહાળીને જોતાં એને મૂર્છા આવી અને ભૂમિ પર પડ્યો; તે જાણે મારા પર આવી પડેલું દુ:ખ ન જોઈ શકવાથી જ હોય નહીં ! પણ “અહીં રહીશ તો વળી ક્યાંથી ફરી મૂર્છા આવશે.” એવા ભયથી હોય નહીં એમ તે મૂર્છા વળ્યા પછી તરત જ વનમાં જતો રહ્યો. પણ તરત શલ્યનો ઉદ્ધાર કરનારી, અને શલ્યને રૂજવનારી એવી બે ઔષધી, અને એક કમળપત્રમાં થોડું જળ એટલા વાના લઈને પાછો આવ્યો. આવીને એ બેમાંથી એક ઔષધીને શિલાપર ઘસીને એણે મારા વ્રણપર ચંદનનો રસ સીંચતો હોય એમ લેપ કર્યો. એટલા પરથી જ જાણે વાનર, વાનર, વિકલ્પે નર એટલે મનુષ્ય કહેવાય છે. એ ઉત્તમ ઔષધીના પ્રભાવથી ચોરોએ મારા પાંચે અંગોમાં મારેલી ખીલીઓ બહાર નીકળી આવી. ખીલીઓ નીકળી ગઈ એટલે રહેલા ખાલી વ્રણ રૂઝવવાને વાનરે બીજી ઔષધી ઘસીને એના રસનું વિલેપન કર્યું. એટલે અલ્પ સમયમાં વ્રણ સર્વે રૂઝાઈ ગયા. કારણકે ઔષધી, મણિ અને મંત્ર-એ ત્રણે વસ્તુઓનો કોઈ અચિંત્ય જ પ્રભાવ છે, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨) ૬૪
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy