________________
દૂર એ થેલીને ઊંચકી લાવ્યા પછી હવે આપણું ગામ નજીક આવ્યું ત્યારે તે એને જળમાં ફેંકી દીધી એથી મને ખેદ થાય છે.
એ સાંભળીને મેં કહ્યું-ભાઈ ! મેં એ થેલી પાસે હતી ત્યારે મને એક વૈરિ તરફ પણ ન થવી જોઈએ તેવી દ્રષબુદ્ધિ તારા તરફ થઈ હતી. એક મંત્રસાધક કરે છે તેમ તારો વધ કરીને સઘળું દ્રવ્ય હું લઈ લઉં એવો મને વિચાર થયો હતો. નિશ્ચયે દ્રવ્ય છે તે ઠગવિદ્યા સમાન છે કારણકે એનાથી મોહિત થઈને માણસો પોતાના જ બાંધવોને હણવા તત્પર થયા છે. તેં એને ફેંકી દીધું તે ઠીક જ કર્યું છે કારણકે સર્વ વિપત્તિનું મૂળ-એવા એ દ્રવ્યનું એમ જ થવું જોઈએ. પછી અમે તો શાંતા ચિત્તથી નિરાંતે ઘરે ગયા. કારણકે લક્ષ્મીરૂપી એ ચિત્રાવલી ગયા પછી કઈ જાતની ઉપાધિ રહે છે ? ત્યાં માતા અને બહેનને નમન કરીને અમે આસનપર બેઠા કારણકે વિનય સર્વત્ર શુભકારી છે. માતાએ અમારું પાદપ્રક્ષાલનાદિ કર્યું કેમકે એ અમથી પણ પુત્રો પ્રત્યે સ્નેહવતી હોય છે તો આમ અમે ઘણે કાળે અતિથિ જેવા આવ્યા ત્યારે તો પૂછવું જ શું ? પછી અમારી મહેમાનગિરિ કરવાને માટે, યમરાજની દૂતી જેવી અમારી બહેન હતી એને, અમારી માતાએ બજારમાંથી મત્સ્ય લાવવા મોકલી.
વાત એમ બની હતી કે જ્યારે પેલી દ્રવ્યની થેલી જળને વિષે પડી ત્યારે કોઈ મત્સ્ય એને ભક્ષ સમજીને ગળી ગયો હતો કારણકે તિર્યંચોને જ્ઞાન હોતું નથી. એટલામાં કોઈ માછીએ એજ ધરામાં આવીને એજ મસ્યને જાળમાં પકડ્યો અને ચૌટામાં વેચવા લાવ્યો. અને એજ મસ્યા મારી બહેને ખરીદી કરી ઘેર આપ્યો. ઘેર લાવીનેએ પાપિષ્ઠાએ નરકના દરવાજાનાં દ્વાર ખોલતી હોય નહીં એમ એને ખોલ્યો-ચીર્યો.
હે બુદ્ધિમાન મંત્રીશ્વર ! (શિવ મુનિ અભયકુમારને કહે છે) તે વખતે પાષાણમાંથી દર્દ એટલે દેડકો નીકળે એમ આશ્ચર્ય પૂર્વક મલ્યમાંથી પેલી દ્રવ્યની થેલી નીકળી. તે ઊંચકી લઈને એ મારી બહેને પોતાની પાસે સંતાડી દીધી. એ જોઈ મારી માતાએ એને પૂછ્યું-બહેન ! તેં એ શું સંતાડ્યું ? મારી બહેને ઉત્તર આપ્યો-મેં તો કંઈ સંતાડ્યું નથી. તારું. ચિત્ત વ્યગ્ર છે એટલે તને દષ્ટિ, વિભ્રમ થયો છે, પણ મારી માતાને વ્હેમ
૫૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)