SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવવી પડશે.” આવી ઉત્તમ ભાવના ભાવતાં ક્ષણવારમાં એનાં નયન બહાર નીકળી પડ્યાં ! તે જાણે મુનિને હવે કેવળજ્ઞાનદર્શનરૂપી ચક્ષુ આવશે, માટે અમારું શું કામ છે એમ કહીને જતાં રહ્યાં હોય નહીં ! એટલામાં વાત એમ બની કે એજ સ્થળે કોઈ લાકડાંના ભારાવાળાએ પોતાને મસ્તકેથી ભારો પછાડ્યો તેમાંથી એક કટકો ઊડીને પેલા કૌંચપક્ષીને કંઠે લાગ્યો-વાગ્યો તેથી તેના મુખમાંથી વમન થઈને પેલા યવ નીકળી પડ્યા. હા ! થોડા વખત પહેલાં આ પ્રમાણે બન્યું હોત તો કેવું સારું થાત ? લોકો તો એ જોઈને પેલા સોનીની નિંદા કરવા લાગ્યા-હે અતિઅધમ ! પાપના કરનારા ! તેં મુનિ પ્રત્યે કેમ ગેરવર્તણુક ચલાવી ? તારા યવ તો કૌંચ ચરી ગયો હતો ! મહામુનિ તરફ આવું વર્તન ચલાવ્યું તે “ખાઈ ગયો ભુંડ, ને માર ખાધો પાડે ! એવું થયું છે. હે દુષ્ટ ! ઋષિના ઘાતક ! હવે તારી શી ગતિ થશે ? તું ક્યાં જઈશ ? તારા જેવાનું મુખ જોવામાં પણ લોકો પાપ ગણશે. પ્રજાજન સોનીનો આમ તિરસ્કાર કરે છે ત્યાં તો કોઈ પરાક્રમી વીર પુરુષ શત્રુના દળને હણીને જય પતાકા મેળવે તેમ સાધુ મહારાજાએ ઘાતકર્મને હણી લીલામાત્રમાં કેવળજ્ઞાન લક્ષ્મીને પ્રાપ્ત કરી. લોચન ગયાં હતાં છતાં કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એને સર્વ લોકાલોક પ્રકાશિત દેખાવા લાગ્યું. અથવા તો એમ જ કહોને કે આ લોચન આદિ જે છે તે કેવળજ્ઞાનરૂપી રાજાના સેવકના પણ સેવક જેવાં છે. પછી જેનાં સર્વ કર્મ ખપી ગયાં છે એવા એ મુનિ શ્વાસ રૂંધાઈ જવાથી કાળધર્મ પામી એક સમય માત્રમાં શાશ્વતી સિદ્ધિને પામ્યા; કારણકે ચેતનનો સ્વભાવ જ એવો છે કે ઊંચે ચઢવું. જેવી રીતે સાથે ચોંટેલું કાષ્ટ છુટું પડી જાય તો તુંબડું જળમાં એકદમ ઉપર ગતિ કરી આવે છે, અને વળી જેમ અગ્નિની શિખા પર ઊંચે જાય છે તે પ્રમાણે જ જેમણે પોતાનાં સર્વ કર્મ ખપાવ્યાં છે તેમની ગતિ પણ ઉર્ધ્વ છે.” જૈનધર્મરૂપી શ્રેષ્ઠરાજ્યનું જાણે એકછત્રત્વ બતાવતી હોય નહીં એવી, ઊંધા ધરી રાખેલા છત્રના આકારની, મધ્યભાગમાં આઠ યોજન જાડી અને ત્યાંથી ન્યૂન થતી થતી છેક છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ) ૩૫
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy