________________
હસ્તને વિષે જાણે કોઈ નવીજ જાતનો ખગરૂપી સૂર્ય રહેતો કારણ કે એ એના શત્રુઓની સ્ત્રીઓના ઉપયોધરને વિષે રહેલું પય બીલકુલ શોષી લેતો હતો. એનો પ્રતાપગ્નિ સમુદ્રને વલ્લભ એવા સરોવરો, નદીઓ. અને કુવાઓના ગર્ભને વિષે પણ રહેલા એવા એના શત્રુઓને સુદ્ધાં અત્યંત બાળતો હતો. કહેવત છે કે દેવની આગળથી કોઈ છૂટે નહીં. નિરંતર એક મુખે ત્યાગ કરતા એ રાજાના માર્ગણો કદિ નિષ્ફળ પાછા ફરતા નહીં અને શરસિવાય બીજા માર્ગણો" ક ષ્ણવદનના દેખાતા નહીં.
આ રાજા ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થમાં ધર્મને જ ઉત્કૃષ્ટ પુરુષાર્થ માનતો હતો અથવા એમાં કાંઈ આશ્ચર્ય નહોતું કારણ કે વિચક્ષણ પુરુષો હંમેશા મહાપ્રયાસ વડે પણ મૂળને જ ગ્રહણ કરે છે. જેમ કામદેવને રતિ અને પ્રીતિ એમ બે સ્ત્રીઓ કહેવાય છે તેમ આ ન્યાયવંત રાજાને પણ પોતાના જેવી સુંદર અને કદિ પણ કલેશ નહીં કરનારી બે
૧. અહીં કવિએ “પય” શબ્દના (૧) જળ અને (૨) દૂધ એ બે અર્થ ઉપર શ્લોક રચ્યો છે. આકાશને વિષે રહેલો સૂર્ય પૃથ્વી પર આવેલાં પયોધર એટલે જળના સ્થાન-નદી સરોવર આદિના પય-જળને શોષી લે છે. અને રાજાનું ખડગ એના શત્રુઓના પ્રાણ લે અને એમની સ્ત્રીઓને વિધવા બનાવે એટલે એઓ નિ:શ્વાસ મૂકે તેથી એમના પયોધર-સ્તનમાં રહેલું પય-દૂધ શોષાઈ જાય. આમ સૂર્ય કરતાં બીજી (નવીન) રીતે “પયોધર” ના “પય” ને શોષનારા રાજાના ખગને કવિએ “નવીન” સૂર્ય કલપ્યો. (અલંકાર શ્લેષ).
૨-૩. યાચકો એકજ વાર માગણી-યાચના કરે ત્યાં તો રાજા ત્યાગ-દાના દેતો. માર્ગણ (૧) યાચક, (૨) તીર-બાણ, યાચકો નિષ્ફળ (દાનવિના) ન પાછા ફરતા. તેમ રાજા બાણ ત્યાગ કરતો (છોડતો) એ યે નિષ્ફળ (શત્રુના પ્રાણ લીધા વિના ન પાછા ફરતા. ૪. શર=બાણ.
૫. એટલે કે યાચકો. ૬. બાણના છેડા લોહના હોય છે એટલે એ કૃષ્ણવદનના (કાળા મુખવાળા) કહેવાય. અન્ય માર્ગણો એટલે કે યાચકો કૃષ્ણવદનના એટલે વીલા મુખવાળા (નીરાશ) દેખાતા નહીં; કારણકે રાજા દાન દેતો એથી સંતુષ્ટ થઈને જતા. અહીં બધે “શ્લેષ” અલંકાર છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૧૭