________________
જીવોની ક્ષમા માગવી, (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવાં-બુત્સર્જન કરવાં-ત્યજવાં, (૫) અરિહંતનું, સિદ્ધભગવંતનું, શ્રીજૈનધર્મનું, અને ગુણવંત સાધુનું-એમ ચાર શરણ અંગીકાર કરવાં, (૬) દુષ્કૃત્ય કર્યા હોય એની નિંદા કરવી, (૭) જેજે શુભ કાર્યો કર્યા હોય એની અનુમોદના કરવી, (૮) ઉત્તમ ઉત્તમ ભાવના ભાવવી, (૯) યોગ્ય અવસરે અનશન આદરવું. (ચારે આહારનો ત્યાગ કરવો.) (૧૦) નવકારમંત્રનો જાપ કરવો-એનું સ્મરણ કર્યા કરવું.
૨૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-1