SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગુણ-આમ સત્તરગુણ. (જુઓ પૃષ્ઠ ૨૦૯ પંક્તિ ૯–૧૦.) ૨૦૩. ૧૦. ચિલાતીપુત્ર. એ એક તપસ્વી મુનિ પાસેથી ઉપશમ, વિવેક તથા સંવર એ ત્રણ પદ શ્રવણ કરી એની અર્થ વિચારણામાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે કોઈ દુષ્ટ જાનવરો એમને પૂર્ણ પણે સતાવી રહ્યા હતા. છતાં શુભ ધ્યાનથી ચલિત ન થતાં, એણે અઢી દિવસમાં સ્વર્ગ પ્રાપ્ત કર્યું. ૨૦૩. ૧૮. દઢપ્રહારી. એક પ્રસિદ્ધ ચોર. જેણે એક વખત કોઈ બ્રાહ્મણ અને એની સ્ત્રીની ઘોર હત્યા કરી હતી; પરંતુ પછી એ બ્રાહ્મણીના તરફડતા ગર્ભને જોઈને વૈરાગ્ય-પૂર્વક સંયમ લીધો અને ઘોર તપશ્ચર્યા કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૨૦૬. ૨૪. ર-પ્રમાણ. દેવતાની ગતિ એક નિમેષમાત્રમાં એક લક્ષયોજન કહેવાય છે-એ ગણત્રીએ એ સતત છ માસ પર્યન્ત ચાલ્યા કરતાં જેટલી ભૂમિ કાપે એટલી ભૂમિ એક “રજુ' સમજવી. ૨૧૨. ૧૨. ત્રિવેણીસંગમ. ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ. બે કે વિશેષ નદીઓનો સંગમ. સંગમ સ્થળ (દષ્ટાંત તરીકે પ્રયાગતીર્થ) બહુ પવિત્ર ગણાય છે. ૨૧૩. ૨૬. મુનિએ પોતાને સ્થાને આવીને અહીં બિલ પ્રવેશ ન્યાયે. અહીં “મુનિએ અહિ બિલ પ્રવેશ ન્યાયે પોતાને સ્થાને આવીને” એમ વાંચવું. “અહીં-સર્પ પોતાના બિલ-દરમાં પ્રવેશ કરે છે. તેવી રીતે સીધા-પાંસરા પોતાને સ્થાને આવીને.” (સર્પને માટે કહેવત છે કે “બીજી બધી જગ્યાએ વાંકો, પણ દરમાં પાંસરો.”) ૨૧૫. ૨૫. પિતા બુધને આનંદ આપનારો. આને સ્થાને “પુત્ર બુધને આનંદ આપનારો' એમ વાંચો. (બુધનો ગ્રહ ચંદ્રમાનો પુત્ર કહેવાય છે.) ૨૧૭. ૭. પ્રજ્ઞાહીન. અજ્ઞાન. ૨૧૮. ૧૧. બારવ્રત. (૧) જીવહિંસા ન કરવી, (૨) અસત્ય ન ૨૩૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy