________________
૮૯. ૧૩. કૈકેયીએ કર્યું હતું એમ. દશરથ રાજાએ પોતાની પ્રિય રાણી કૈકેયીને ત્રણ વચન આપ્યાં હતાં, અને કૈકેયીએ એ “અવસરે માગીશ” કહી રાજા પાસે થાપણની જેમ રહેવા દીધાં હતા-એ વાતા સુપ્રસિદ્ધ છે.
૯૦. ૬. સાતવેદનીય પ્રકૃતિ. સાતાવેદનીય કર્મનો ઉદય.
૯૫. ૧. પદ્મિની. કમલિની-કમળપુષ્પોની તળાવડી-કમળ પુષ્પો. સૂર્યનો ઉદય થયે એ પુષ્પો પ્રફુલ્લિત થાય છે માટે એમને એ (સૂર્ય) જ પ્રિય હોય.
૯૬. ૩. સંજીવની. જુઓ પૃષ્ઠ ૧૯૮ની ફુટનોટ.
૯૬. ૯. પંઢ. નિર્વીર્ય માણસ. ભાંડ. મશ્કરી-મજાક કરવામાં પૂરા વર્ણસંકર જાતિના ભાંડ લોકો.
૯૭. ૬. અંધકાર. (૧) અંધારું, (૨) અજ્ઞાન.
૯૮. ૨. પરિગ્રહ આદિ સંજ્ઞા. અનાદિ અભ્યાસને લીધે રૂઢ થઈ ગયેલી, જીવની કર્મજન્મ વૃત્તિ-એનું નામ સંજ્ઞા. જીવને એવી ચાર પ્રકારની સંજ્ઞા હોય છે. (૧) આહાર સંજ્ઞા (આહાર કરવાની વૃત્તિ), (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા (પદાર્થનો સંગ્રહ કરવાની વૃત્તિ.) સંજ્ઞાના દસ ભેદ પણ કહેવાય છે; એટલે (૫) ક્રોધસંજ્ઞા (૬) માનસંજ્ઞા (૭) માયાસંજ્ઞા (૮) લોભસંજ્ઞા (૯) ઓઘસંજ્ઞા (જીવની અત્યંત અવ્યક્ત સ્થિતિ) અને (૧૦) લોકસંજ્ઞા (પોતપોતાની જાતિનું અનુસરણ કરવાની ગતાનુગતિક વૃત્તિ.)
સર્ગ આઠમો ૧૦૧. ૨૩. દેવતાઓનાં જંગમ ગૃહો. હાલતાં ચાલતાં વિમાનો. (કેટલાક દેવવિમાનો સ્થિર હોય છે-રહે છે; જેવાં કે (નવ) રૈવેયક, અને (પાંચ) અનુત્તર વિમાનો.)
૧૦૪. ૨૬. ઉતારાની ભૂમિ. અહીં. ‘આવાસની ભૂમિ (રહેવાનાં ઘર)” એમ જોઈએ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક) ૨૩૩
૨૩૩