SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર – એ પંદરક્ષેત્રો “કર્મભૂમિ' છે. હેમવંત આદિ ત્રીસ ક્ષેત્રો અકર્મભૂમિ છે. પાંચ મહાવિદેહમાં અકેક મેરૂપર્વત છે. એ મેરૂની બંને બાજુએ સોળ સોળ વિજયો છે. એ વિજ્યોના,-વક્ષસ્કાર પર્વત, અંતરનદી, સીતાનદી અને વૈતાદ્યપર્વતથી બબ્બે ભાગ પડેલા છે, તથા વળી ગંગા અને સિંધુ-એ બે નદીઓથી છ છ ભાગ પડેલા છે. શિખરિ, હિમાદ્રિ વગેરે પર્વતો છે; ભરત, ઐરાવત વગેરે ક્ષેત્રો છે; અને કાલોદધિ, પુષ્કર, સ્વયંભૂરમણ વગેરે સમુદ્રો છે. કાળોદધિમાં ઉદકરસ છે, એક બીજામાં લવણરસ છે, એકમાં વારૂણીરસ છે, અને એકમાં ધૃતરસ છે. શેષ સર્વમાં ઈક્ષરસ છે. એક્યમાં દધિરસ નથી. સ્વયં ભૂરમણમાં મસ્યો એક સહસ્ત્ર યોજનના છે; કાળોદધિમાં સાતસો યોજનના અને લવણસમુદ્રમાં પાંચસો યોજનના છે. ત્રણયે સમુદ્રોમાં વળી મલ્યો પુષ્કળ છે; પણ શેષ અસંખ્ય સમુદ્રોમાં બહુ અલ્પ છે.” સમ ભૂમિતળથી સાતસો ને નેવું યોજન ઊંચે જતાં તારામંડળ આવે છે; આઠસો યોજને સૂર્ય છે, અને આઠસો ને એંશી યોજને ચંદ્રમા. છે. આખું જ્યોતિશ્ચક એકસહસ્ર યોજનાની અંદર આવી જાય છે. જંબુદ્વીપમાં બે ચંદ્રમા છે; લવણોદધિમાં ચાર છે, ધાતકીખંડમાં બાર, કાલોદધિસમુદ્રમાં બેંતાળીશ અને પુષ્કરાર્ધદ્વીપમાં વ્હોંતેર છે. એ જ પ્રમાણે સૂર્યો છે. એટલે આ અઢી દ્વીપના બનેલા મનુષક્ષેત્રમાં સર્વ મળીને એકસો બત્રીશ ચંદ્રમા, અને એકસો બત્રીશ સૂર્ય છે. તે પછી, પ્રત્યેક દ્વીપે અને પ્રત્યેક સમુદ્ર ક્રમે ક્રમે વધતા વધતા અસંખ્યાત થાય છે. મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્રસૂર્યો ચળ છે; બીજા અચળ-સ્થિર છે. અકેક ચંદ્રમાના પરીવારમાં અક્યાશી ગ્રહો છે; અઠ્યાવીશ નક્ષત્રો છે; અને છાસઠ સહસ્ર નવસો ને પંચ્યોતેર કોટાકોટિ તારા છે. વ્યંતર દેવોનું આયુષ્ય એક પલ્યોપમ, જ્યોતિષિકોનું પલ્યોપમથી અધિક, અને ભવનપતિનું એક સાગરોપમથી અધિક છે.” ૧. જ્યાં શસ્ત્ર, જ્ઞાન અને કૃષિવડે લોકોનો નિર્વાહ ચાલે છે એવા દેશો કર્મભૂમિ' કહેવાય છે. “કર્મભૂમિ' નહીં-એ અકર્મભૂમિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૭
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy