________________
બાંધવ ઉન્મત્તપણાને લીધે જ્યાં ત્યાં આથડ્યા કરે છે એને મારે કેવી રીતે સાચવવો.” એ પ્રમાણે અભયકુમાર નગરને વિષે જ્યાં ત્યાં ફરતો કહેવા લાગ્યો. અથવા તો માણસને પ્રયોજન આવ્યે શું નથી કહેવું પડતું ? વળી હું એને કોઈ પ્રવીણ વૈદ્યરાજ પાસે લઈ જાઉં છું એમ કહી કોઈ કોઈ વાર એને માંચા પર નાખી-બાંધી, એ અત્યંત લવારો-બુમરાણ કરી મૂકતો હોય એ સ્થિતિમાં પણ એને અભયકુમાર રાજરસ્તે થઈને લઈ જવા લાગ્યો; જેવી રીતે બાળકો એક ઠોઠ નિશાળીયાને નિશાળે લઈ જાય તેમ. માર્ગમાં એ ઉન્મત્ત વળી, અભયકુમારે સમજાવી મુકેલું એ પ્રમાણે “અરે ! લોકો, મારું એક વાક્ય સાંભળો; હું પ્રધોતરાજા છું, મને આ પ્રમાણે ઉપાડી લઈ જાય છે, મને એની પાસેથી કોઈ રીતે છોડાવો.” આમ બુમો પાડી પાડીને આક્રંદ કરી મૂકતો. એ સાંભળીને નગરવાસીઓ એની પાસે આવતા; પણ એને ઓળખી અન્યો અન્ય હાસ્યપૂર્વક મશ્કરીમાં કહેતા કે “આ મોટા નરેશ્વરને જે કોઈ છોડાવશે એને એ પોતાની સર્વ રાજ્ય સંપત્તિ આપી દેશે !”
આ પ્રમાણે અભયકુમારે નિત્ય કૈરવવન વિકસાવનાર ચંદ્રોદય નમવા પર આવતો એ સમયે કરવું શરૂ રાખ્યું; અને એમ કરીને મોટાથી માંડી બાળગોપાળ સર્વને વિષે પૂરો વિશ્વાસ ઉત્પન્ન કર્યો.
વળી અહીં આંગળીઓ પર નિત્ય દિવસોની ગણત્રી કરતા પ્રદ્યોતરાયે મહામહાકષ્ટે સાત દિવસ પસાર કર્યાં; કારણકે જ્યાં સુધી માણસને અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થતી નથી ત્યાં સુધી એક ક્ષણ પણ (જાય છે તે) અષાઢ માસના દિવસ જેવી લાગે છે. સાતમે દિવસે નિશ્ચિત કરેલે સમયે, રાજા ઉત્કંઠાભર્યો વેશ્યાપુત્રીઓ પાસે જઈ પહોંચ્યો અથવા તો દાતરડાને લઈ નાસી જતા શ્વાનને, એમાં પરમતત્વ શું છે એની; એનો સ્વાદ લેવા સમયે જ, ખબર પડે છે. “આ રાજાની ઈન્દ્રિયો કુમાર્ગે જાય છે એમને ધિક્કાર છે ! દોષ સર્વ છે એમનો, ને શિક્ષા સહન કરવી પડશે એમના અધિપતિ રાજાને.” અમે જ ન્યાયમંત્રીઓ છીએ, ને ન્યાય ચુકવીએ છીએ. એમ કહીને જ હોય નહીં એમ અભયકુમારના માણસોએ રાજા પ્રદ્યોતરાયને પકડી બંદિવાન કર્યો. બંધનથી મંચકની સાથે બાંધી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૪૮