SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ થશે; ભારે કામણ કરવાથી સ્ત્રીને એનો પતિ વશ થાય છે તેમ. એ સાંભળી રાજાએ વત્સરાજ-ઉદયનને બોલાવી હાથીની પાસે ગાવાનું કહ્યું. એટલે એણે પણ શીઘ વાસવદત્તાની સાથે ગાવાનું શરૂ કર્યું; કારણકે પરવશ હોય એને શું નથી કરવું પડતું ? રાજપુત્રી અને ઉદયન બંને સાથે ગાવા લાગ્યા એટલે એમાં બહુ મધુરતા આવી. પુષ્કરિણીનું જળા હોય ને એમાં સાકર ભેળવી હોય, પછી એની મીઠાશની શી વાત ? એ ગાયનશ્રી, ગિરિની જેવો હાથી, નળરાજાની જેમ સંજ્ઞાહીન થઈ ગયો ત્યારથી જ, એમને લાગે છે કે હાથીનું પ્રથમનું “કુંજરરાજ” નામ બદલાઈને “નળગિરિ” પડ્યું છે ! સ્થિર ઊભા થઈ રહેલા નળગિરિ પર વત્સરાજ ચઢી ગયો. પણ એની કીર્તિ તો ગગનમાં ચઢી ગઈ-પહોંચી ! એમ એને વશ કરીને મહાવતને સોંપ્યો. જેની બુદ્ધિ, કામદેવની બુદ્ધિની પેઠે, દુર્ભેદ્યને પણ ભેદી શકે એવી છે; અને જેની ન્યાય પુરસર વાણી, કામદેવની વાણી જેમ, પંચવા(બા)ણી છે; એવો જે અભયકુમાર-તેનું નામ ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, પૃથ્વી અને પર્વતો હયાત હોય ત્યાં સુધી વિજયવંત રહો. અભયકુમારના આ કાર્યથી હર્ષ પામી રાજાએ અગાઉની જેમ બીજું વર (વચન) આપ્યું પણ તે યે એણે એની પાસે રહેવા દીધું કારણકે એનો મોક્ષ એટલે છુટકારા સિવાય અન્ય ફળ શા કામના ? એકદા તારા, ગ્રહ અને નક્ષત્રો સહિત જાણે ચંદ્રમા ચાલ્યો આવતો હોય એવો શોભતો પ્રદ્યોતનરાજા પોતાના અંત:પુર, નાગરિકો, સામંતો, મંત્રી તથા સૈન્યાધિપતિ સાથે બગીચા તરફ ફરવા નીકળ્યો હતો. એવામાં ઉદયનરાજાનો મંત્રી યૌગંધરાયણ માર્ગમાં ભમતો હતો તે મોટે સ્વરે બોલ્યો “તપી ગયેલી પૃથ્વીની જેમ ગૂઢ અગ્નિવાળી વરાળ હું મારામાં ૧. સંજ્ઞાહીન (૧) નિશ્રેષ્ઠ; (૨) ઓળખાય નહીં એવો. ૨. બુદ્ધિ (અભયકુમાર પક્ષ) મતિ; (કામદેવ પક્ષે)=જાગ્રતિ. ૩. વાણી=(અભય. પક્ષ) શબ્દો; (કામપક્ષે)=નાદ. ૪. અભયની વાણી, પંચવાણી એટલે પંચની વાણી જેવી નિષ્પક્ષપાત. કામદેવની વાણી એટલે એનો નાદ, પંચવાણી-પંચબાણી-પાંચ બાણયુક્ત. (કામના પાંચ બાણ કહેવાય છે.) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૩૫
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy