SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ધીવરરૂપી રાજહંસોવાળી; પાઠીન, હરિ, અને સારસના ભોગરૂપ પદ્મ (પદ્મા) વાળી તથા નાના પ્રકારની મોટી ઉર્મિઓ સુંદર રચનાવાળી એ સિખાનદી જાણે ઉજ્જયિની નગરી જ હોય નહીં એમાં શોભી રહી છે. એ નગરીમાં ચંડપ્રદ્યોત નામે પ્રચંડ રાજા રાજ્ય કરતો હતો. એને નમન કરતા અનેક રાજાઓના મુકુટમાં વિરાજતા મણિઓના કિરણો એના ચરણકમળનું ચુંબન કરી રહ્યા હતા. દૈવીખગ અને ધનુષ્ય થકી ઉછળતા સંખ્યાબદ્ધ બાણોને લીધે ભયંકર એવું રણક્ષેત્ર જોઈને જ એની આગળ એના વૈરિઓનો સર્વ ગર્વ ગળી જતો અને એઓ મુખને વિષે આંગળીઓ નાખીને એની પાસે પ્રાણનું દાન (અભયદાન) માગતા. - આ ચંડપ્રદ્યોત રાજામાં અન્યરાજાઓ કરતાં કંઈ પણ અધિક નહોતું. કારણકે એ જેમ બીજા રાજાઓ પાસેથી કર લેતો તેમ પાછો પોતાનો કર પણ તેમને પાછળથી આપતો. એકદા એ પ્રદ્યોત રાજાએ રાજગૃહી નગરીને ઘેરો ઘાલી જીતી લેવાના ઈરાદાથી ચૌદ રાજાઓને સાથે લઈ ઉજ્જયિનીથી પ્રયાણ કર્યું (ચાલ્યો) કારણકે વિજયની ઈચ્છા એ રાજાઓનું ભૂષણ છે. મોટી મોટી છલંગો મારવાથી ઉછળી રહેલી કાયાવાળા, સ્કંધની બંને બાજુએ આવી રહેલા સુંદર કેશયાળરૂપી પાંખોવાળા તુરંગમો એટલે અશ્વો પણ એની સાથે સપાટાબંધ કુદતા ઠેકતા ચાલવા લાગ્યા-તે જાણે સૂર્યના અશ્વોને જઈ મળવાને કટિબદ્ધ થઈ ચાલી નીકળ્યા હોય નહીં! વળી ઘંટડીઓના ત્રણ ટણ કરતા નાદથી આકાશ અને પૃથ્વી બંનેને બ્લેરા કરી મૂકતા, શિખર ભાગ પર આવી રહેલા સુર્વણના કુંભા અને દંડવાળા, આકાશ સુધી પહોંચતા અને અત્યંત તીવ્રગતિવાળા રથો. ચાલી નીકળ્યા તે જાણે દેવતાઓના જંગમ ગૃહો જ હોય નહીં ! પુષ્કળ ૧. મચ્છીમાર. ૨. નંદીપક્ષે પાઠીન (મસ્ય), હરિ (દેડકાં) અને સારસા પક્ષીઓના ભોગ-ભક્ષ્યરૂપ છે પબ્રો-કમળો જેનાં એવી; નગરીપક્ષે પાઠીન (નિત્ય કથા કરનારા પુરાણીઓ), હરી (અશ્વો) અને સારસ ભોગ (ચન્દ્રિકાની મોજ) એ બધાં છે. પદ્મા=શોભારૂપ જેનાં એવી. ૩. ઉર્મિ=મોજાં, તરંગ; (૨) ગાય. ૪. કરકરાજાઓ કર લે છે તે; (૨) હસ્ત-સહાય. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો) ૧૦૧
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy