________________
શ્રેષ્ઠી વિશ્વાસપાત્ર દેખાતો હતો. હે સ્વામિની ! આપ ઉત્તમ વિચારવાળા રાજપુત્રી છો, વિદ્વાન છો; તમારે વિયોગી સ્ત્રોની ચેષ્ટા બતાવવી એ સારું નથી. કારણ કે કાર્ય ગુપ્ત રાખવું છે તેને એ પ્રકાશમાં લાવી દેશે. આવું દાસીનું સુયુક્તિવાળું વચન સાંભળીને સુયેષ્ઠા પુનઃ પોતાના મૂળભાવ (સ્વભાવ) તરફ વળી; કારણ કે અમૃતવલ્લી શુષ્ક થઈ ગઈ હોય તોપણ પુનઃ જળથી સિંચાય તો પાછી તાજી થાય છે.
હવે કુમારે રાજાને સંકેતને દિવસે પહોંચાય એવી રીતે બોલાવ્યા. એટલે એ પણ ત્યાંથી મનને વેગે ચાલ્યો; અથવા તો સ્વાર્થને વિષે ત્વરા કોણ નથી કરતું ? સુલતાના પુત્રો જેવા પાછળ ચાલનારા અંગરક્ષકો સહિત માર્ગને વિષે પ્રયાણ કરતા શ્રેણિકરાજાને, જોઈને જ જાણે દિગપાળો દશ દિશાને વિષે જતા રહ્યા છે ! એ બત્રીશે જણને સાથે લઈને વીરરૂપ એવા એ ભૂપતિએ સુરંગને વિષે પ્રવેશ કર્યો તે જાણે વ્યંતર દેવાધિપતિઓનો પરાજય કરીને તેમને સ્થાને એમને (એ બત્રીશ સુલસાપુત્રોને) સ્થાપવાને અર્થે જ હોય નહીં ! ક્ષણમાત્રમાં, સંકેત કરી રાખેલે સમયે, રાજગૃહનગરીનો સ્વામી (શ્રેણિક) સુરંગના મુખા પાસે પહોંચ્યો; જેવી રીતે ચૈત્રમાસની પૂર્ણિમાએ પદ્મદ્રહને વિષે સુવર્ણનું કમલ આવે છે તેવી રીતે. તેને જોઈને ચેટકરાજપુત્રી ચિત્રના અનુસાર સારી રીતે ઓળખી, ચકોરી ચંદ્રબિંબને જોઈને હર્ષ પામે તેમ, અત્યંત હર્ષ પામી કહેવા લાગી-પટને વિષે જેવું રૂપ મેં જોયું હતું તેથી આ રેખામાત્ર પણ ન્યૂન નથી; કારણ કે હવે એ, એક બિંબના, દર્પણને વિષે પડેલા પ્રતિબિમ્બની પેઠે, પ્રત્યક્ષ દેખાય છે.
હવે આ વખતે સુજ્યેષ્ઠાએ પોતાની સર્વ હકીકત યથાવત ચલ્લણાને નિવેદન કરી; કારણ કે પોતાની પરમસખી થકી જ્યારે રહસ્ય ગોપવવું ન જોઈએ, ત્યારે સહોદરા બહેન થકી તો શા માટે જ ગોપવવું ? એટલે ચલ્લણાએ તેને કહ્યું-જો એમ હોય તો હું પણ તારી સાથે આવીશ; અહીં જેમ આટલા દિવસ સાથે જ નિર્ગમન કર્યા છે તેમ હવે પછી પણ થાઓ; કારણ કે ભાખંડ પક્ષીના જોડલાં કદિપણ જુદાં પડે છે? એ સાંભળી અંગે હર્ષથી રોમાંચિત થતી સુજ્યેષ્ઠા ચેલ્લણાને કહેવા લાગી–તે આ વિચાર કર્યો તે તારી બહેન પરત્વે (અર્થાત મારી પરત્વે)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
co