________________
આવો વિચાર કરીને એ બીજી રાણીઓએ સુસેનાને વિષ કે એવું કંઈ દઈને પ્રાણ લીધા અથવા કલહ એજ છે અગ્રેસર જેમાં એવા શોક્યના વેરને માટે શું શું કરવા યોગ્ય નથી ? આ શોક્યનું આવું વિષમ ચરિત્ર જોઈને વિદ્યાધરે વિચાર્યું કે કામાતુર પ્રાણીઓ અન્યભવનો વિચાર કર્યા વિના આવાં પાપાચરણ કરે છે કારણ કે મહામોહને વશ થઈને આ સ્ત્રીઓએ માતંગીની પેઠે નિર્દય કાર્ય કર્યું છે અથવા તો જે પ્રાણી કામદેવથી પરાભવ પામ્યો તે પ્રાણી સર્વથી પરાભવ પામ્યો સમજવો. હવે મારે સુસેનાની પુત્રીને રક્ષાને અર્થે શ્રેણિકને સોંપી દેવી યોગ્ય છે કારણ કે વિવેકશૂન્ય પ્રાણીઓ વૈરીની સંતતિ પર પણ વેર રાખે છે. આમ ધારીને એણે એ કન્યા શ્રેણિકને સોંપી, એમ કહીને કે, હે રાજન્ ! આ તારી ભાણેજનું કુશળપણે રક્ષણ કરજે.
શ્રેણિક નરપતિના મંદિરને વિષે રહેતી એ કન્યા મેરૂપર્વત ઉપરની કલ્પલતાની પેઠે વૃદ્ધિ પામવા લાગી એટલે રાજાએ વિચાર કર્યો-મારી પુત્રી તો અભયને કલ્પે નહીં માટે આ મારી બહેન સુસેનાની પુત્રી જે અકથ્ય રૂપગુણનો ભંડાર છે તેને એને વેરે આપું; કારણ કે અનુરૂપ સ્વરૂપવાન જોડાંનો વિવાહ યોજવાથી નિ:સંશય મારી કીર્તિ ગવાશે. એમ વિચારીને તેણે નિરંતર શાસ્ત્રના પરિચયવાળા જ્યોતિષીને વિવાહલગ્ન પૂછ્યો તો તેણે નિમેષમાત્ર વિચાર કરીને રાજાને કહ્યું :- રાજન્ ! આ વખતે ઉત્તમ વૃક્ષ લગ્ન છે, મૂર્તિને વિષે બૃહસ્પતિ બીજા સ્થાનમાં છે; અને સૂર્યપુત્ર રાહુ ત્રીજે છે; ચોથા સ્થાનને વિષે શુક્ર છે; મંગળ છઠ્ઠ સ્થાને છે અને બુધ દશમે સ્થાને છે; વળી સૂર્ય એકાદશ સ્થાને માટે એ સર્વ હર્ષ-સંપત્તિ-આરોગ્ય અને પુત્રવૃદ્ધિના કારણભૂત છે. એ સાંભળીને મહીપતિએ એ કુલગુરુનું વસ્ત્રાદિથી સન્માન કરી તેને વિસર્જન કર્યો; કારણ કે વિદ્યા-એ સર્વ કોઈને પૂજ્ય છે.
પછી નરપતિ શ્રેણિકના આદેશથી તેના પ્રધાનો વિવાહની સકળ સામગ્રી કરાવવામાં પડ્યા. ગ્રહોને લીંપાવીને ચુનાથી ધોળાવ્યાં; ને તેમનાં દ્વારે લીલા તોરણો અને નાના પ્રકારના ઉલ્લોચ બંધાવ્યા; ત્રિલોકને આશ્ચર્યકારી એવા ચિત્રો કલાવાન્ કારીગરો પાસે ચિત્રાવ્યાં અને અનેક ઉત્તમ વસ્ત્રો, તથા નાગવલ્લી સોપારી આદિ વસ્તુઓ ખરીદી. સોની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૫૪
છે