SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો એને પુત્ર થયો છે. જો વિધાતા પ્રસન્ન હોય તો જ આપણે આની સમાન થઈએ. નગરની સ્ત્રીઓનો આવો આવો સંલાપ સાંભળતી (છતાં) અભિમાન રહિત એવી નન્દાને રાજાએ, નગરજનોના નાદ અને પ્રતિનાદથી પૂરાઈ ગયેલા દિગંતોની વચ્ચે, મોટા ઉત્સવ સહિત નગરને વિષે પ્રવેશ કરાવ્યો. એટલે એણે પુત્ર સહિત સાસુઓને મસ્તક નમાવીને પ્રણામ કર્યાનું કારણ કે ઉત્કૃષ્ટ લક્ષ્મીને વિષે લીન એવા પણ કુલીન જનો પોતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી. સાસુઓએ બહુમાન સહિત આશિષ આપી કેહે વત્સ ! તું યાવચંદ્રદિવાકરી તારા ભર્તાના સૌભાગ્યરૂપ થા, સૌભાગ્યવતી રહે, પુત્રવતી થા અને વિજય પામ; અને વત્સ અભય ! તું પણ એક હસ્તિ પોતાના યૂથનું અધિપતિપણું પ્રાપ્ત કરે છે તેમ રાજ્યનું આધિપત્ય પામ અને ચિરંજીવી થા; સાથે વળી વૃદ્ધામાતાની એ પણ આશિષ છે કે સર્વ સમૃદ્ધિને વિષે તને સંતતિની પણ વૃદ્ધિ થાઓ. પછી શ્રેણિક નૃપતિએ અનેક ગુણવતી નન્દાને પટ્ટરાણીને પદે સ્થાપી. આ પ્રમાણે રૂપવતી અને ઉત્તમ કુળને વિષે જન્મેલી નન્દા શ્રેણિકની મુખ્ય રાણી થઈ અને વીરપુરુષની માતા થઈ. - શ્રેણિક નૃપતિને કોઈ વિદ્યાધરના નાયકની સાથે પરમ મિત્રતા હશે. પરંતુ એ, સિંહની સાથે શિયાળની મૈત્રી જેવું હતું; માટે એને દઢ કરવાને એણે પોતાની બહેન સુસેનાને એને વેરે પરણાવી. (કારણ કે વૃક્ષોની આદ્રતા પણ જળ આદિથી એની સેવા કર્યા સિવાય દીર્ઘકાળા પર્યન્ત ટકતી નથી.) પછી શ્રેણિકે પોતાના બનેવીને કહ્યું-મારી બહેન સુસેનાને તમે સારી પેઠે સાચવજો. સ્વપ્નને વિષે પણ એને દુભવશો નહીં. આ સુસેનાને તો, મેં તમારે વિષે ધારણ કરેલી સાક્ષાત મૈત્રી જ સમજજો. વિદ્યાધરે પણ એનાં વચન અંગીકાર કર્યા; કારણ કે સપુરુષોની મૈત્રી ઉભયપક્ષને શોભાવનારી હોય છે. પછી વિચિત્ર લીલા અને વિનયના એક ધામરૂપ એવી સુસેનાને વિદ્યાધર વિમાનમાં બેસાડીને પોતાને સ્થાને લઈ ગયો. ત્યાં સૌભાગ્ય, મિષ્ટવચન અને સુંદરરૂપ વગેરે ગુણોને લીધે એ એની માનીતી થઈ પડી; કારણ કે પુત્રીને વાસ્તે જમાઈને ઘણું કહેવામાં આવે છે; પણ એની પ્રાર્થના તો એના ગુણોને લીધે પર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy