SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના - પ્રથમ આવૃત્તિની શિશુ ! જગતમાં જન્મી, તલ્લણ રડતું વસ્ત્ર વિનાનું તું, માતાપિતા-ઉસંગે બેઠું-દેખી સર્વ કોઈ હસતું. ૧ જીવન જીવન તું એવું, દીર્ઘ મૃત્યુ-નિદ્રાને વશ થાતાં, તું પોતે જા હસતું, મેલી તુજનો સાથ સકળ રડતો. ૨ | (એક અંગ્રેજ કવિ.) એક સંસ્કૃત વિદ્વાને "धर्मे तत्परता मुखे मधुरता दाने समुत्साहिता, मित्रेऽवंचकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता। आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता, रूपे सुन्दरता प्रभौ भजनिता सत्स्वेव संदृश्यते॥" આ શ્લોકમાં ગણાવેલાં લક્ષણોથી ઉપયુક્ત એવા ઉત્તમપુરુષોનાં સમગ્ર -જીવન અત્યન્ત ઉપયોગી છે. એઓ વિદ્યમાન છતે એમનાં પ્રત્યક્ષ નિરૂપણથી, અને એઓ નામશેષ થયે, એમનાં શ્રવણ-મનનથી વ્યવહાર અને પરમાર્થઉભયના આદર્શરૂપ બની, આપણું જીવન ઉચ્ચતર કરવામાં એ સહાયભૂત થાય છે. કારણ કે, પૂર્વાવસ્થામાં, (કદાચિ) પ્રતિકૂળતારૂપી સરિતાને ઓળંગવા માટે સ્વાશ્રયરૂપી પૂલ બાંધી, ઉત્તરાવસ્થામાં, શુદ્ધબુદ્ધિ અને ઉદાર અંતઃકરણને સહાયક બનાવી, રાગ અને દ્વેષને કટ્ટરશત્રુ ગણી, દૂર તઃ ત્યજી દઈ, જન મંડળના કલ્યાણને અર્થે અને ગુણસંતતિની ઉત્પત્તિને અર્થે, પૂર્વાનુભવનો ઉપયોગ તેઓ કેવી રીતે કરે છે એ સર્વનું એમાં નિરૂપણ કરેલું હોય છે. ૧. નિર્ગમન કર. ૨. ધર્મને વિષે તત્પરતા, વાણીને વિષે મધુરતા, દાન દેવામાં ઉત્સાહ, મિત્ર પ્રતિ નિષ્કપટતા, ગુરૂપ્રતિ વિનય, ચિત્તની અતિ ગંભીરતા, આચારને વિષે પવિત્રતા, ગુણીજન પર અનુરાગ, શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન, રૂપને વિષે સૌન્દર્ય અને પરમાત્માની ભક્તિ આ સર્વઉત્તમપુરુષોમાં દ્રષ્ટિગોચર થાય છે.
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy