SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તો રાજા છે માટે અમને હવે એમને ત્યાં મોકલો; કારણ કે વલ્લભ એવો દોહિતા પણ મોસાળમાં રહેતો નથી. મોસાળ રહેનારાઓના પિતાનું નામ પણ જાય છે, તો એમ પિતાના નામનો નાશ કરનારા હલકા જનોનું જીવિત જ શા કામનું છે ? કારણ કે उत्तमाः स्वगुणैः ख्याता मध्यमाश्च पितुर्गुणैः । अधमा मातुलैः ख्याताः श्वशुरै श्चाधमाधमाः ॥ વળી તતોડથમતી યા યે ક્યાતા મશિનીમુના जामात्रा ये पुनः ख्याता स्तन्नामापि न गृह्यते ॥ ભદ્રશ્રેષ્ઠીને તો આવાં કર્ણભેદી વચનો શ્રવણ કરીને બહુ દુઃખ થયું; કારણ કે પ્રિયબધુનો વિયોગ સ્નેહીજન સહન કરી શકતા નથી. એમણે બંન્નેને મોકલવાની મહાપ્રયાસે હા કહી; કારણ કે માત્ર દૂધને છોડી દેતાં દુઃખ થાય છે તો સાથે વળી સાકરને કેમ ત્યજાય ? પછી એમને મોકલવાને અર્થે ભદ્રશ્રેષ્ઠીએ બહુ ઉત્તમ પ્રકારની સામગ્રી તૈયાર કરવા માંડી; કારણ કે કંઈપણ દ્રવ્યાભરણ-વસ્ત્રાદિ લીધા વિના જનારી પુત્રી સાસરામાં આદરભાવ પામતી નથી. માતાએ પણ પુત્રીને શિખામણ દીધી કે-હે પુત્રી ! સાસરે જઈને તું સાસુની ભક્તિ કરજે, કારણ કે ત્યાં એ જ માતા તુલ્ય છે; સપત્નીની સાથે બહેનની જેમ વર્તજે, કારણ કે કલહ થવાથી આ ભવનો તેમજ આવતા ભવનો પણ નાશ થાય છે. વળી તારા પતિની તું દેવ તુલ્ય સેવા કરજે; કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીઓને પતિ એ જ ગુરુ છે. બીજું એ. કે એ તારા હાથમાં હશે તો બીજાઓ તારો પરાભવ નહીં કરી શકે; જો તીક્ષ્ણ એવા પણ તીર બખ્તરે કરીને યુક્ત એવા શરીર પર શું કરી શકે છે ? કલ્યાણી નન્દાએ પણ આ પ્રમાણે માતપિતાએ આપેલી શિખામણ ગ્રહણ કરી; કારણ કે એ પોતાને ઈષ્ટ હતું અને વળી વૈધે બતાવ્યું. વળી અભયને પણ એમણે કહ્યું-તું નિરંતર તારા માતપિતાના વચનને અનુસરીને ચાલજે, કારણ કે એઓ તારા આ લોકના ગુરુ છે. વળી, હે વત્સ ! તારી પ્રજાનો તારા પર સ્નેહ થાય એમ વર્તજે. જો એમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૪૨
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy