________________
આવડ્યા ત્યાં તો તું, અનાજના કણથી ઉંદરની જેમ, તું તને મોટો થઈ ગયો માને છે ! તું બુદ્ધિમાં બૃહસ્પતિ તુલ્ય છો તો, શિવના પિતાની જેમ તું તારા પિતાને પણ જાણતો નથી-એનું તું શું કહીશ ? અભયે. કહ્યું-ભાઈઓ ! મારા પિતા ભદ્રશ્રેષ્ઠી છે કે જેઓ સૂર્યની જેમ સકળા ભુવનને વિષે પ્રસિદ્ધ છે. એ સાંભળીને એક જણે કહ્યું-હે માતૃપૂત્રક ! એ તો તારી માતાના પિતા છે; પણ સત્ય છે–તું બાળક હોવાથી તારા માતામહને તારા પિતા સમજે છે. એમાં શું આશ્ચર્ય કે બાળકો કિંચિત પણ મુખ મીઠું કરાવે એમના જ થાય છે; જેમકે શ્વાન.
એ સાંભળીને સંશય ઉત્પન્ન થવાથી, અભયે જઈને માતાને પૂછ્યુંહે માતા ! મારા પિતા કોણ છે તે કહે. નન્દાએ ઉત્તર આપ્યો-જેમ બુધનો પિતા ચંદ્ર છે તેમ તારા પર વ્હાલ રાખનાર ભદ્રશ્રેષ્ઠી તારા પિતા છે. પણ વાચાળ અભય બોલી ઊઠ્યો-માતા ! એ તો તારા પિતા છે માટે ગુરુ શિષ્યને કહે તેમ, આ વાતનું તું મને રહસ્ય કહે. અથવા તો તેં આ બુધ અને ચંદ્રમાનું દષ્ટાન્ન આપ્યું તે સમાનતાને લીધે તું નિશ્ચયે આ વાતનું પ્રતિપાદન કરે જ છે; કારણ કે જીવ્યા છે તે સત્ય બોલનારી છે. માટે જેમ (પુત્ર-એવો) બુધ મંડળને વિષે રહે છે અને (પિતા-) ચંદ્રમા અન્ય દેશને વિષે ફર્યા કરે છે; તેમ હું આ ભદ્રશ્રેષ્ઠીના ઘરમાં છું, પણ મારા પિતા તો દેશાન્તરને વિષે છે. એ પછી નન્દાએ નેત્રમાં અશ્રુ સહિત ગદ્ગદ્ વાણીએ ઉત્તર આપ્યો-કોઈ
૧. આશ્ચર્ય છે કે ભદ્રેશ્રેષ્ઠી, લગ્ન સમયે પણ, નન્દાના પાણિગ્રહણ કરનારનું નામ ઠામ સુદ્ધાં જાણવાની તકલીફ લેતા નથી-એટલું જ નહિ પરંતુ જમાઈ થઈ પોતાના જ ઘરમાં રહીને નન્દાને ગર્ભવતી મૂકીને જાય છે ત્યારે પણ એને વિષે કંઈ પણ પૃચ્છા થઈ હોય એવું કવિ જણાવતા નથી. વળી જેમાં શું છે તે પત્ની જાણતી સુદ્ધાં નથી એવો એક કાગળનો કટકો આપી જતાં, પતિ જાણે પોતાનું સર્વસ્વ ગર્ભવતી પત્નીને આપીને સંતોષ પમાડી પોતાની ફરજ અદા કરી સંતોષ પામે છે; ત્યારે પત્ની, તે કાગળ મળ્યો એટલે બસ, બધું મળ્યું એમ સમજીને સંતોષ પામી રહે છે : ન પૂછ્યું નામ, ન પૂછ્યું ઠામ, નથી પૂછતી કે ક્યારે પાછા આવશો વગેરે ? વળી પોતાને સ્થાને ગયા પછી તો ગર્ભવતી સ્ત્રીને મૂકી આવેલાને એ વાત સ્મરણમાંથી જતી જ રહે છે; ક્યાં સુધી કે પુત્ર મોટો થઈ પોતાની પાસે આવે છે ત્યાંસુધી. કવિ આ વાતનો કોણ જાણે કેમ ઈશારો સરખો કરતા નથી ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
४०