SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃગૃહ (માયરા)માં લાવી. ત્યાં તે કુલદેવીને નમીને સામી ઊભી રહી. શ્રેણિકકુમાર પણ કેસરાદિનું વિલેપન તથા ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, જંગમ કલ્પવૃક્ષ હોય નહીં એવો જણાતો, દેવીના ભવન પ્રત્યે આવ્યો. ત્યાં નન્દાને હર્ષથી નિહાળી એ રાજપુત્ર શૃંગારરસમાં ડુબતો ચિત્તને વિષે વિચારવા લાગ્યો :- અહો ! આના રક્ત ઉનમ્ર ચરણ કેવા શોભે છે ! નિશ્ચયે એનાથી પરાજય પામીને જ જાણે પદ્મકમળે જળદુર્ગ૧ નો આશ્રય લીધો હોય નહીં ! આના મુખની સાથે સ્પર્ધા કરવાથી પોતાને અપરાધી ગણી, આની આરાધનાને અર્થે જ જાણે ચંદ્રમા નખના મિષે આના ચરણમાં પડ્યો જણાય છે. દિગયાત્રાર્થે પડાવ નાખી રહેલા ભગવાન કામદેવના પટમંદિરમાંના ચાર મહાન સ્તંભોમાંથી એક સરલ જોડલું પ્રચ્છન્નપણે અહીં આવીને રહ્યું હોય નહીં એવી દેખાતી આની બે જંઘાઓ મારાં ચક્ષુને અત્યંત આનંદ પ્રાપ્ત કરાવે છે. અહો ! આના ગોળ અને વિશાળ ઉરૂ મારા ચિત્તને વિષે રમ્યા કરે છે; એમનાથી જ પરાભવ પામીને કદલીવૃક્ષો જાણે વનમાં જતાં રહ્યાં હોય નહીં ! આના વિશાળ, કોમળ અને સુંદર નિતમ્બો કામદેવની જાણે અભ્યાસભૂમિ હોય નહીં ! એનું ઉદર કૃશતાને પામેલું છે તે જાણે ઉપર રહેલા વક્ષોજના ભારને વહન કરવાથી જ હોય નહીં ! આવાનસ્તંભનું ઉમૂલન કરીને તથા શૃંખલાને ત્રોડી નાંખીને, કામદેવરૂપી ગજ નિશ્ચય આના જ શરીરરૂપી નગરને વિષે ફર્યા કરે છે; કારણ કે અન્યથા ગંભીર નાભિના મિષે વિવર અને રોમરાજિના મિષે લોહશૃંખલા અહીં હોય ક્યાંથી ? મારા નેત્રને કામણરૂપ આના પુષ્ટ અને ઉન્નત સ્તન જોઈને જ જાણે કુંભસ્થળો હસ્તિને શરણે ગયા હોય નહીં ! સરલા અંગુલિઓરૂપી પલ્લવરૂપી એની રસ્ય ભૂજાઓ સ્ત્રી પુરુષના મનનાં અભીષ્ટને પૂર્ણ કરવાવાળી જાણે કલ્પ લતાઓ હોય નહીં ! આનો રેખાવાળો અને શંખ સમાન ગોળાકાર, કંઠરૂપી કંદલ, નિશ્ચયે વદના ૧. જળરૂપી કિલ્લો. ૨. તંબુ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy