SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (કાવ્ય); (૨) ભીનાશવાળું (વૃક્ષ). પ્રસન્ન સહેલાઈથી સમજી શકાય એવું (કાવ્ય); મંગળમય (વૃક્ષ). ૧૬૦-૨૪. પ્રવાલ. (૧) સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તે પ્રવાળા'; (૨) વૃક્ષના કુંપળીઆ. ૧૬૧-૫. “વિધાન'ની જગ્યાએ “મંગળ વિધાન' જોઈએ. “ત્રણ મંગળે કરીને સહિતની જગ્યાએ “સિદ્ધ' જોઈએ. ૧૬૨-૧૬. માતંગ ચંડાળ. ૧૬૨-૨૪. અનામિની વિદ્યાને બળે ઊંચી વસ્તુ નીચી નમે છે, અને ઉન્નામિની વિદ્યાને બળે, નીચી નમેલી પાછી ઊંચી જાય છે. ૧૬૩-૧૬. ત્રણ રસ્તા ભેગા મળે તે સ્થાન ત્રિક; ચાર ભેગા મળે તે ચતુષ્ક, ચોક કહેવાય છે. ચત્ર ઘણા રસ્તા ભેગા મળે તે સ્થાન, ૧૬૬-૩. અસ્ત પામતો સૂર્ય. આપણા સંસ્કૃત કવિવરો જેમ સૂર્યાસ્ત’ ને માટે નવનવીન અલંકારિક કલ્પનાઓ ઉઠાવે છે તેમ અન્ય પ્રજાના કવિવરો પણ એવી કલ્પનાઓ રચવામાં પાછા પડતા નથી. જુઓ – "Now deep in ocean sunk the lamp of light” (Homer's lliad VIII, 605.) ૧૬૭–૨૩. સત્યને વિષે નિરત. પોતાની પ્રતિજ્ઞા પાળવાવાળા. નિરત અનુરક્ત. ૧૭૦-૩. પોતામાંથી (કમળમાંથી) બહાર નીકળતા ભ્રમર. સંધ્યાકાળે ભ્રમર કમળમાં પેસે છે તે રાત્રી પડે છે તોયે અંદર ને અંદર બેસી રહે છે. એટલામાં તો એ કમળ પુષ્પો બીડાઈ જાય છે એટલે એ અંદર રહી જાય છે અને વળતા દિવસની પ્રભાતે બહાર નીકળવા પામે છે (અંદર રહી ગયેલા અને પ્રભાત થવાની વાટ જોતા એક ભ્રમરની થયેલી દશા વિષે “ભ્રમરાષ્ટક' માંનો એક કરૂણોત્પાદક શ્લોક સેંકડો મનોરથો કરતા સંસારી માનવીને વિચારવા જેવો છે : रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy