SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ કહેવાય; જ્યારે અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે પદાર્થો સ્થાવર વિષ કહેવાય. ૧૩૭–૧૪. અપધ્યાન. ધર્મધ્યાન, શુકલધ્યાન, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન-એ ચાર પ્રકારનાં ધ્યાનમાં છેલ્લાં બે અપધ્યાન-દુષ્ટધ્યાન કહેવાય. ૧૩૦-૧૩. ગળકંબળ. બળદ વગેરે પશુઓને ગળા નીચે જાડી ચામડી લટકતી હોય છે તે. ૧૩૦–૧૭. જળ કાઢીને. અહિં જળ ઉલેચાવી નાખીને' એમ વાંચવું. ૧૩૦-૨૫. કન્દર્ય. કામોદ્દીપક વચન બોલવાં. મુખરતા. અઘટિત લવારો કર્યા કરવો. કુંચિતપણું. શરીરના અંગોપાંગવડે હાસ્યજનક કુચેષ્ટા કરવી, ચાળા પાડવા. ભોગાતિરિક્તતા. ભોગ-ઉપભોગ-ની વસ્તુઓ ખપ કરતાં વિશેષ રાખવી. સંયુક્તાધિકરણતા. શસ્ત્ર, ઘંટી, મુશળ વગેરે અધિકરણો તૈયાર સજ્જ કરી રાખવાં, કોઈ માગવા આવે એને આપવાં; વગેરે. ૧૩૦-૨૨. અનર્થ દંડ. જે થકી આત્માને નિરર્થક દંડાવું પડે, પાપ વહોરાવું પડે એ. ૧૩૦-૨૩. કૃપાણ આદિનું દાન. શસ્ત્રો માગ્યાં આપવાં. ૧૩૦-૨૬. સર્વ સાવધ યોગ ત્યજીને. સંસારનાં કાર્યો ત્યજીને. ૧૩૧–૧. મન, વચન અને કાયાનો સાવધ વ્યાપાર. (૧) સંસારનાં કાર્યોની ચિન્તા કરવી; (૨) કર્કશ ભાષા બોલવી; (૩) ભૂમિ પ્રમામાં વિના બેસવું વગેરે. ૧૩૧-૪. અનવસ્થાન અસ્થિરતા, નિરાદર. પ્રેષણ. નિયમ ધાર્યો હોય એથી બહાર કંઈ મોકલવું કરવું. આનયન. ધારેલી ભૂમિની બહારથી કંઈ મંગાવવું વગેરે. શબ્દાનુપાત. શબ્દ, ખોંખારા વગેરે પડે પોતાની હાજરી જણાવવી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૮૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy