SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦–૨૬. યશ સમસ્ત જગતને શ્વેત બનાવી દેતો હતો. કારણ કે સંસ્કૃત કવિજનોએ “ચશ' પુણ્ય, હાસ્ય આદિનો શ્વેતવર્ણ કપ્યો છે. જ્યારે શાપ, પાપ વગેરેનો શ્યામ ગણેલો છે. અંગ્રેજ કવિઓ પણ એમજ ગણે છે. જુઓ - "No might nor greatness in mortality "Can censure' scape; back-wounding calumny "The Whitest virtue strikes.” Measure for Measure Act III. Sc. II. "The frequency of crimes has washed them white” Cowper's Garden. L.71. શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતો. શત્રુઓ યુદ્ધમાં પરાજય પામે એટલે એમના મુખ પર ગ્લાનિ આવે એ ગ્લાનિરૂપ કાળાશ. ૭૦-૪. ષષ્ઠી જાગરણ...ઈત્યાદિ. ઉપર સામાન્ય ઉક્તિ કહી એને દઢ કરનારું આ દષ્ટાન્ન આપ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બાળક અવતર્યા પછી છઠું વાસે દેવીની પૂજા કરી જાગરણ કરવું. ૭૦-૭. પૃષ્ટભાગે બાણ મારવામાં પરાડમુખ રહેતો. પીઠ બતાવે, નમી પડે, પરાજ્ય પામીને જતા રહે એમને પછી હેરાન કરતો નહિં. ૭૦-૨૩. સપ્તર્ષિ તારાઓ. સાત ઋષિઓના નામ પરથી પડેલો. આકાશમાં દેખાતો સાત તારાઓનો જુમખો. ૭૦-૨૪. પરમાર્થવેદી. સૌથી શ્રેષ્ઠ શું એ સમજનારો; ઉત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાનવાળો. ૭૦-૯. મહાસાગરે પર્વતોને સોંપી દીધા. અહિં “મહાસાગરે પર્વતોને સોંપી દીધા નહોતા' એમ જોઈએ. એવી કથા છે કે પૂર્વના કાળમાં પર્વતોને પાંખો હતી તેથી એઓ ઉડી ઉડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રાદિ દેવોને પણ હેરાન કરતા. એથી કોપાયમાન થઈ ઈન્દ્ર એમની પાંખો કાપી નાખી હતી એમાંથી મેનાક વગેરે પર્વત સમુદ્રમાં પેસી જવાથી બચી ગયા હતા. એમને સમુદ્ર પોતાના આશ્રિત ગણીને ઈન્દ્રને સોંપ્યા નહોતા. ૭૧-૧૭. મરૂગ્રામની સભાને વિષે. કેમકે મરૂદેશ એટલે મારવાડ, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૬૫
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy