SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-ટિપ્પણી (પુસ્તકમાં અસ્ફુટ રહી ગયેલા શબ્દો-વાક્યો આદિની સમજૂતિ.) સર્ગ પહેલો પૃષ્ઠ. લીટી ૭-૨. કુશાગ્રપુર ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુંદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ-એ નામનાં નગરો હતાં એમ કોઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ? ૮-૫. યુગલીઆ ત્રીજા આરામાં (શ્રી ઋષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્યો યુગલિક-યુગલીઆ કહેવાતા. ૮-૧૦. હરિના ઉદરમાં...ઈત્યાદિ. હરિ-વિષ્ણુ-એ પોતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક એમ ત્રણે લોક એટલે ભુવનો દેખાડ્યાં હતાં. સરખાવો, “માર્કંડઋષિ” વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ ૪૩ પં.૨૧) ૯-૮. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિર્વાણ બાદ મહાવીરનું શાસન ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ ૩૨-૨. ૯-૯. સમ્યક્ત્વ. તીર્થંકરે પ્રરૂપેલાં તત્ત્વો પર સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ પૃષ્ટ ૧૨૮૧૨. ૧૧-૧૨. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભોજ્ય પદાર્થ. ૧૧-૧૨. શરાવ. માટીના પાત્ર. ૧૨-૩. સરખાવો : અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૫૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy