SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પછી આ સર્વ વાત તેણે જઈને અભયકુમારને નિવેદન કરી અને કહ્યું કે-હે સ્વામિન્ ! એ ચોર પણ મહાધૂતારો છે, કારણ કે એણે એ પ્રકારે આપણને પણ ઠગવાની બાજી આદરી છે.” હવે પાછળ ચોરા પણ ચિરકાળ પર્યન્ત ચમત્કાર પામી પોતાના ચિત્તને વિષે વિચાર કરવા લાગ્યો-જો તે વખતે જિનેશ્વરે કહેલાં અમૃત વચન મને કર્ણગોચર ના થયાં હોત તો હું અનેક પ્રકારની સેંકડો યાતના વડે નરક સમાન દુ:ખ ભોગવીને ક્યારનો યમ પાસે પહોંચી ગયો હોત, કારણ કે મારા જેવાઓનું આવું જ અવસાન હોય છે. હા ! મેં તીર્થકર મહારાજાનું વચનામૃત ત્યજી દઈને ચોરી કરનારાનું મહાવિષ સમાન ભાષણ સાંભળ્યું; અથવા તો ઉંટ તો અત્યંત સુરભિ એવા આમ્રવૃક્ષને ત્યજીને કડવા લીંબડાને જ ખાય છે. હા ! મારા પિતાએ મને છેતરીને જિન ભગવાનના વાક્યામૃતનું પાન કરવા થકી દૂર જ રાખ્યો; અને તેથી જ મારી આ અવસ્થા થઈ છે; અથવા તો જેને શાકિની જેવી માતા હોય તેનું ક્યાં સુધી સારું થયા કરે ? માટે હવે જો હું આ વિપત્તિમાંથી જીવતો છૂટીશ તો હું એ મહાવીર પ્રભુનો શિષ્ય થઈશ. અહો ! તેઓને જ ધન્ય છે કે જેઓ બાળપણથી જ એ પ્રભુને આશ્રયીને રહે છે.” અહીં અભયકુમાર પણ વિચાર કરવા લાગ્યો કે આવા આવા સજ્જડ ઉપાયો કરતાં છતાં પણ એ પકડાઈ આવતો નથી તો હવે ચાલ જઈને શ્રી મહાવીર પ્રભુને પૂછું; કારણ કે હાથે કંકણ ત્યાં આરસીનું શું પ્રયોજન છે ? પછી તેણે જઈને પ્રભુને નમી અંજલિ જોડી પૂછ્યુંહે પ્રભુ ! હે સર્વસંદેહરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય ! આજ (અમે પકડ્યો છે તેજ) ચોર છે કે નહીં” કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ વસ્તુસમૂહ જેમને પ્રગટ જણાય છે એવા પ્રભુએ ઉત્તર આપ્યો-એ ચોર હતો (ખરો); (પણ) હમણાં મારો શિષ્ય (થયો) છે. ચોર થકી ઈતર એવા પુરુષોની કોઈ ખાણ હોતી નથી.” એ સાંભળી અભયકુમાર ભગવાનને નમના ૧. પાપી પ્રાણીઓને પરમાધાર્મિક (પરમાધામી) તરફથી કરવામાં આવતી નાના પ્રકારની પીડા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો) ૧૯૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy