SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક અદ્ભુત, શાંત આદિ રસરૂપી નીરના સરોવર તુલ્ય એવું અભયકુમારનું ચરિત્ર હું કહું છું. ચરિત્રારંભ જેમ વિમાનોને વિષે ઉડુ વિમાન અને નક્ષત્રોને વિષે ચંદ્રમાં પ્રસિદ્ધ છે તેમ દ્વીપોને વિષે શ્રેષ્ઠ જંબુદ્વીપ નામે પ્રસિદ્ધ દ્વીપ છે. એમાં *સીમાપર્વતથી ભિન્ન થયેલ ભરતાદિ પોળો, વિદેહરૂપી ચૌટાં, સુંદર ઊંચા સુરાલયો, વિજયાદિ ચાર દ્વારવાળો કિલ્લો અને સમુદ્રરૂપ ખાઈ હોવાથી એ જાણે એક “નગરની શોભાને ધારણ કરે છે. વળી સર્વ દ્વીપોનો એ સ્વામી હોય નહિ ! એવો છે; કારણ કે મેરૂપર્વતરૂપ એનો અતિ ઉચ્ચ કીર્તિસ્તંભ જણાય છે. વિજયો રૂપ આભૂષણવાળો એવો એ વળી વિજયી નૃપની લક્ષ્મીને ધારણ કરે છે, કારણ કે અન્ય દ્વીપરૂપી રાજાઓ એને પોતાની વચ્ચે રાખીને રહેલા છે. અથવા તો તીર્થકરની જન્મભૂમિ એવો એ (દ્વીપ) વાણીને ગમ્ય જ નથી, કારણકે હસ્તિના પગલાંમાં ૧. (કાવ્યગ્રંથોમાં) રસકભાવ એ રસ આઠ છે. શૃંગાર-હાસ્ય-કરૂણા-રૌદ્રવીર-ભયાનક-બીભત્સ-અભુત. કેટલાક શાંતરસને પણ એક રસ ગણે છે. વળી કેટલાક વાત્સલ્ય રસને એમાં ઉમેરીને બધા મળી દશ રસ ગણાવે છે. કાવ્યમાં રસ ઓછે વત્તે કે પૂર્ણ અંશે આવે જ. (વાક્ય રસાત્મ સ્રાવ્ય) ૨. સીમા પર્વત વર્ષધર પર્વતો. એ સાત છે; હેમવંત, મહાહમવંત, નિષધ, શિખરી, રૂપી, નીલવંત અને મેરૂ. ૩. ભરતાદિષભરત વગેરે; અર્થાત ભરત, હેમવંત, હરિવાસ, ઐરાવત, ઐરણ્યવંત, રમ્ય અને મહાવિદેહ (જે સાત વર્ષધર ક્ષેત્રો છે). ૪. જંબૂદ્વીપને વિજય આદિ ચાર દરવાજા છે : (૧) વિજય (૨) વિજયંત (૩) જયંત અને (૪) અપરાજિત. ૫. જંબૂદ્વીપને નગરની ઉપમા આપવામાં આવે ત્યારે જેજે નગરમાં હોય તે બધું જંબૂદ્વીપમાં પણ જોઈએ (જુઓ) : નગરને આસપાસ ખાઈ હોય તેમ જંબૂદ્વીપને આસપાસ વીંટળાયેલો સમુદ્ર એ જ ખાઈ; નગરને પોળો હોય તેમ જંબૂદ્વીપને ભરતાદિ પોળો; નગરને બજારો હોય તેમ જંબૂદ્વીપને મહાવિદેહના ૩૨ વિજયોરૂપી બજાર; નગરને કોટ હોય તેમાં જંબૂદ્વીપને વમય જગતીનો કોટ; અને નગરમાં દેવમંદિરો (દેરાસરો) હોય તેમ જંબૂદ્વીપમાં દેવમંદિરો (દેવતાઓને રહેવાના સુંદર આવાસ) આવી રહ્યાં છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy