________________
એમની આજ્ઞા માગી કે “હે સ્વામિ ! આપની આજ્ઞા હોય તો મારી અનશન કરવાની ઈચ્છા વર્તે છે. ગુરુઓની સર્વ કાર્યોને વિષે આજ્ઞા માગવી પડે છે તો આવા કાર્યને વિષે માગવી પડે તેમાં તો શું કહેવું ? ભગવાને કહ્યું-હે મેઘમુનિ ! તમારું ઈચ્છિત પૂર્ણ કરીને તમારા ધર્મરૂપી પ્રાસાદની ઉપર ધ્વજા ચઢાવો.
પછી મેઘમુનિએ પણ પ્રભુને નમસ્કાર કરીને તથા ચતુર્વિધસંઘની આદર સહિત ક્ષમા માગીને રાજગૃહનગરની પાસે આવેલા વિપુલગિરિની ઉપર આરોહણ કર્યું, તે જાણે દેવગતિએ જવાને અર્થે પહેલું પ્રયાણ કર્યું હોય નહીં ! આરોહણ કરીને એઓ શિલાપટ્ટ પર પ્રતિલેખના (શુદ્ધિ) કરી અનશન કરી રહ્યા; કારણ કે મહાત્માઓની આરંભની કે અંતની, સર્વ ક્રિયાઓ શુદ્ધ હોય છે. જાતે જ ઉત્સાહવંત એવા એ મુનિએ પ્રભુના વચનને અનુસરીને સિંહની પેઠે–અને સાથે વળી કવચધારીની પેઠે અનશન પાળ્યું-અને આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી તે વિજય નામના વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા; કારણ કે એવા પુરુષોની ગતિ શુભ જ હોય છે. ત્યાંના બાર વર્ષના વ્રતપર્યાય પછી ત્યાંથી ચ્યવીને વિદેહને વિષે આવી કર્મરહિત થઈ એ મુક્તિ પામશે.
શ્રાવકશિરોમણિ અભયકુમાર નિત્ય બ્રાહ્મ મુહૂર્તને વિષે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો જાગી ઉઠતો-“ત્રણ જગતના જ્ઞાનવાળા તથા સુર-અસુર અને મનુષ્યો એ પૂજ્ય એવા શ્રી મહાવીરપ્રભુ મારા દેવ અને ગુરુ હો. સર્વ રત્નોને વિષે જેમ ચિંતારત્ન તેમ સર્વ કુળોને વિષે શ્રેષ્ઠ એવા શ્રાવકકુળને વિષે હું ઉત્પન્ન થયો છું. અને મેં સમ્યકત્વમૂળ બારવ્રત અંગીકાર કરેલા છે.” એ પ્રમાણે તે નિત્ય જાગીને ધ્યાન કરતો હતો.
પછી તે ગૃહચત્યને વિષે પ્રતિમાઓનું વંદન-પૂજન કરતો હતો; અને તેમની જ સમક્ષ યથાવિધિ પ્રત્યાખ્યાન કરતો. પછી પ્રભાતે શ્વેતા વસ્ત્રો પહેરીને પરિવાર સહિત ત્રણવાર નિસ્ટિહિ કહીને જિનમંદિરને વિષે જતો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણ વખત ભૂમિ પર મસ્તકથી સ્પર્શ કરીને જિનેશ્વરની પ્રતિમાને વંદન કરતો; અને મુખકોશ બાંધી ગર્ભદ્વારને વિષે પ્રવેશ કરીને સુગંધી પુષ્પો વડે સર્વ બિંબોની ભક્તિસંહિતા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૯