________________
વિષે હતો ત્યારે તો આ સર્વ મુનિઓ મને એમ કહેતા હતા કે-“ચાલ, મેઘકુમાર, જિનમંદિરે ચાલ; ત્યાં તું અનન્તફળને આપનારું ઉત્તમ સંગીત, કરાવજે; અને મુકુંદ-માલતી-જાતિ-કેતકી-રાજચંપક-અને પદ્મ પ્રમુખ પુષ્પોથી ઘણી રચના કરી દેવપૂજન કરજે; તારે નિત્ય જિનમુદ્રાદિથી સંશુદ્ધ એવું પંચશકસ્તવાદિક જિનવંદન કરવું યોગ્ય છે. કેમ રાજપુત્ર, તું ક્ષેત્રસમાસાદિ શાસ્ત્ર શીખે છે કે ? બોલ, જે તું વિસ્મૃત થયો હોઈશ. તે અમે પોતે તને ભણાવશું. વળી જો તારે અર્થ સહિત શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા હોય તો કહે. અમે તારી પાસે તે સવિસ્તર કહેશું. વળી તું સાધર્મીવાત્સલ્ય કરીશ કે ?” ઈત્યાદિ કહીને, પિતા પુત્રને લાડ લડાવે તેમ મને પૂર્વે બહુબહુ લાડ લડાવતા હતા. પણ હમણાં તો એજ તેઓ વિભવ રહિત એવા મને ચરણથી સંઘટ્ટ કરે છે-એ શું ? અથવા તો વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરૂણા, ન્યાય, વિનય, સૌભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા, શૌર્ય, કુલીનપણું કે શરમાળપણું-એ સર્વ લક્ષ્મી વિના નહીં જેવાં છે.
મારી માતા જે એમ કહેતી હતી કે “ભાઈ, દીક્ષા દુષ્કર છે” તે ખરું કહેતી હતી; પણ જ્યાં સુધી અંદર પ્રવેશ કર્યો ન હોય ત્યાં સુધી શી ખબર પડે ? માટે હવે ક્ષેમ કુશળ પ્રભાત થવા દો, પ્રભાત થશે એટલે હું નિશ્ચયે આ વ્રત પડતું મૂકીશ કારણ કે હજુ કંઈ મેં બોર (વેચવા)ની બૂમ પાડી નથી. આ વેશ હું પ્રભુને આપી દઈને મારે ઘેર જતો રહીશ; કારણ કે શુકશાળા (એટલે કે માંડવી તે)નું દાણ જે ભાંગે છે તેનો, તે દાણની વસ્તુ જ દાણવાળાને આપી દેવાથી (ખુશીથી) છુટકો થાય છે. માણસને ચરણે કાંટો વિંધાવાથી માર્ગને વિષે
૧. બોર વેચનાર બહાર રસ્તે “બોર લ્યો બોર” એમ બોલે છે એટલે એ બોર વેચવા નીકળ્યો છે એમ સૌ જાણે છે. પણ મેઘકુમાર કહે છે કે હું તો હજુ બહાર નીકળ્યો નથી, ઉપાશ્રયમાં જ છું. માટે હજુ બગડી ગયું” નથી. બહાર નીકળ્યો નથી એથી કોણ જાણે છે કે સાધુ થયો છે ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૧