________________
પુત્ર ! વધારે શું કહું ? આવી આવી અનેકવિધ ઉપમાથી પ્રવ્રજ્યા દુષ્કર છે.
જનનીનાં એવાં એવાં વત્સલતાયુક્ત વચનો સાંભળીને વળી મેઘકુમારે કહ્યું-હે માતા ! તમે જે જે કહો છો તે નિ:સંશય સત્યવાત છે; નહીં તો સર્વ માણસો દીક્ષા લીધા કરત. પણ શ્રી જિનેશ્વર ભગવંતે સંસારને વિષે જે દુ:ખ ગણાવ્યું તેનો લેશ પણ પ્રવ્રજ્યાને વિષે નથી; કારણ કે લવણસમુદ્રમાં જે ખારાશ છે તે મરૂદેશના જળને વિષે કદિ હોય છે શું ? હે માતા ! જેમ કાયર પુરુષને જ સંગ્રામને વિષે પ્રવેશ કરવો દુષ્કર છે, તેમ કામભોગને વિષે જેઓ લંપટ હોય છે તેમને જ ચારિત્ર દુષ્કર છે. શૂરવીર સુભટોને જેવા પ્રહાર તેવા નિર્વેદ પામેલા મોક્ષાભિલાષી જનોને સાધુના આચાર સુખેથી સહન થાય એવા છે.
આ પ્રમાણે મેઘકુમારે સેંકડોબંધ ઉત્તમ પ્રમાણ arguments વડે માતાને સમજાવીને તેની અનુમતિ મેળવી; કારણ કે વક્તા પુરુષોની જીભ કામધેનુની પેઠે મનવાંછિત આપનારી હોય છે. પછી ત્યાંથી તે પિતાશ્રેણિકરાજા પાસે ગયો અને ત્યાંયે નાના પ્રકારના ઉપાયો વડે તેની અનુજ્ઞા મેળવવાને પ્રયાસ કરવા લાગ્યો એટલે નરપતિએ કહ્યું-હે વત્સ ! તું સંસારથી ઉદ્વેગ પામ્યો છે છતાં પણ આ વખતે મારું રાજ્ય ગ્રહણ કર. કૃતજ્ઞપુત્રે પણ એ વાતની હા કહી, કારણ કે માતપિતાના ઉપકારનો કોઈ રીતે બદલો વળી શકે તેમ નથી. રાજાએ મેઘકુમારનો પરમોત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો; અથવા તો એના જેવા ને શું શું યોગ્ય નથી ?
પછી હર્ષના આવેશમાં તેણે પુત્ર મેઘકુમારને પૂછ્યું-હે વત્સ ! કહે હવે તારું શું અભિષ્ટ કરું ? તે પરથી, દીક્ષા લેવાને ઉત્સુક એવા કુમારે કહ્યું-હે તાત ! મને બજારમાંથી ક્યાંયથી રજોહરણ-પાત્ર પ્રમુખ આણી આપો; કારણ કે તપોરાજ્ય દુર્લભ છે. તે પરથી રાજાએ ચૈત્યગૃહને વિષે અષ્ટાહિક મહોત્સવ શરૂ કરાવ્યો, બન્દિજનને મુક્ત કર્યા તથા જંતુઓની અમારી ઘોષણા વજડાવી.
પછી રાજપુત્ર મેઘકુમાર રણરણાટ કરતી અનેક ઘંટાઓના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૩૮