SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ ! મારા જેવો વૃદ્ધપુરુષની જેવી સ્થૂળદષ્ટિવાળો પ્રાણી આપના કેટલા ગુણને જોઈ શકે ? તો પણ હું આપના બે ત્રણ ગુણની તો સ્તુતિ કરીશ. જન્મોત્સવ સમયનું તમારું પરાક્રમ તે મને ચિરકાળ પર્યન્ત વિસ્મય પમાડે છે, કે જે વખતે તમે મેરૂપર્વતને ચલિતા કરીને સુરપતિને નિશ્ચળ કરી દીધો હતો. વળી હે સ્વામિ ! તમારા માતપિતાએ મુગ્ધભાવ થકી તમને લેખશાળાને વિષે અભ્યાસાર્થે મોકલ્યા તે ઈન્દ્રનું મહભાગ્યજ; કારણ કે અન્યથા એ (ઈન્દ્ર)ના નામ પરથી ઇન્દ્ર વ્યારા કેવી રીતે નીકળત, અને ભુવનને વિષે કેવી રીતે પસાર પામત ? હે દેવાધિદેવ ! તમે કૌમારાવસ્થાને વિષે તમારા બળની પરીક્ષા કરવા આવેલા દેવતાને એક મુષ્ટિના પ્રહારથી નીચો કરી નાંખ્યો હતો તે જાણે તેના ગર્વને હેઠો બેસાડવાને તમે પૂર્વે પુનઃ પુનઃ અભ્યાસ કર્યો હોય નહીં ! વળી હે દીનનાથ ! આપના પ્રાણ લેવાને તત્પર થયેલા સંગમક દેવતા પર કોપ કરવો તો દૂર રહ્યો, પણ આપને તો ઉલટી, ગ્રીષ્મ ઋતુને વિષે સમુદ્રના જળની જેમ, દયા વૃદ્ધિ પામી. | હે મોક્ષદાયી ભગવાન ! સમકિત પ્રાપ્ત કરવાને અર્થે નિત્ય જતા આવતા દેવતાઓથી આપના ચરણકમળ, જનવર્ગથી જનક્ષેત્રની જેમ, નિરંતર સેવાયા કરે છે. હે જિનેશ્વર ! વળી જઘન્ય પદને વિષે પણ આપ કોટિબદ્ધ દેવતાઓથી પરિવરેલા રહો છો; અથવા તો આપના સૌભાગ્યની કંઈ ઉપમા જ નથી. હે જિનેન્દ્ર ! બીજા તો દૂર રહ્યાં, પણ આ ચૈત્યવૃક્ષ સુદ્ધાં ગુંજારવ કરતા ભ્રમરોએ કરીને સહિત એવાં પોતાનાં પુષ્પરૂપી નેત્રોવડે, ભુવનને વિષે આપની આવી અદભુત લક્ષ્મીને જોઈને હર્ષ પામી, મંદ મંદ વાયુને લીધે હાલતી શાખારૂપી હસ્તોથી જાણે નૃત્ય કરી રહ્યું હોય નહીં એમ જણાય છે ! મગધેશ્વર શ્રેણિકમહારાજે આ પ્રમાણે સકળભુવનને પૂજ્ય એવા જિનભગવાનની સ્તવના કરી. પછી તેણે સર્વ મુનિઓને પણ હર્ષ સહિત વંદન કર્યું; કારણ કે મુમુક્ષજનને સર્વ સંયમી પૂજ્ય હોય છે. ત્યારપછી એ, વૈમાનિક દેવતાઓ બેઠા હતા તેમની પાછળ, પોતાના સમગ્ર પરિવાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો) ૧૨૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy