________________
આવાં આવાં વચનો કહીને કુમારે તેમના શોકનો પરિહાર કર્યો; કારણ કે મંત્રવિદ પુરુષ મુખ્યમંત્રનો પ્રયોગ કરે ત્યાં વિષ કેટલો કાળ ટકી રહે ? પછી રાજા તેમની સાથે આદર સહિત સંભાષણ કરી સ્વસ્થાનકે ગયો; કારણ કે જેમના પુત્રોએ તેના ઉપર આવો ઉપકાર કર્યો. તેમને આટલો પણ લાભ ન હોય ? અનુક્રમે જન્માન્તરને વિષે ઉપાર્જન કરેલા પુણ્યકર્મને લીધે જેની સર્વ મનકામના સિદ્ધ થતી હતી એવો એ રાજા, હરિ લક્ષ્મીની સંગાથે જ જેમ, તેમ ચેલ્લણાની સંગાથે સુખ ભોગવવા લાગ્યો.
આ જ ખંડને વિષે વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામનો રાજા હતો. તેણે મોટા, ગર્વવાળા, બલવાનું અને દુષ્ટ શત્રુઓને જીતીને પોતાના નામને યથાર્થ કર્યું હતું. એ રાજાને અમરસુંદરી નામની રાણી હતી, જેનાથી ભય પામીને જ જાણે અમરસુંદરી (દેવીઓ) સ્વર્ગને વિષે જતી રહી હતી ! એમ કે આપણું રૂપ તો એણે હરી લીધું છે, રખે. વળી આપણી અનિમેષતા પણ લઈ જશે આ દંપતીને સુમંગળ નામનો પુત્ર હતો તે અત્યંત નવીન મંગળરૂપ હતો; કારણ કે એ આકૃતિએ જેમ ભવ્ય હતો તેમ એનામાં મૂળથી જ રાજયોગ પણ હતો.
એના મસ્તક પર ઉત્તમ છત્રનું ચિન્હ હતું; એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું; નેત્ર વિશાળ હતાં; કર્ણ લાંબા હતા, નાસિકા સરલા અને ઊંચી હતી; અને દંતશ્રેણિ કુંદપુષ્પની જેવી અતિઉજ્વળ હતી. વળી એના ઓષ્ઠબિંબ, ચરણ અને હસ્તકમળ કંઈક રત હતા; કંઠપ્રદેશ વર્તુળાકારે ગોળ હતો, અંસ વૃષભની જેવા ઉન્નત હતા; બાહુ જાનુપર્યન્ત લાંબા હતા; વક્ષ:સ્થળ કપાટસદશ હતું; પૃષ્ઠભાગ વિસ્તીર્ણ હતો અને મધ્ય ભાગ (કટિભાગ) કૃશ હતો. એટલું જ નહીં પણ એની નાભિ ગંભીર હતી; ઉરૂ કદલીતંભ જેવા હતા; જાનુ અલક્ષ્ય હતા; જંઘા
૧. દેવતા અનિમેષચક્ષુવાળા હોય છે એટલે કે એમના ચક્ષુ નિમેષ-રહિત હોય છે-મટકું મારતા નથી એવો જે એમનાં ચક્ષનો ગુણ તે અનિમેષતા.
૨. એવાં ચિન્હો કે જેનાથી યુક્ત એવો માણસ ભવિષ્યમાં રાજા થશે એમ
કહેવાય છે.
૩. દ્વાર જેવું (વિસ્તીર્ણ) ૪. જણાય નહીં એવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)