SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉભયનાં હિતનાં કાર્યો કેવી કુશળતાથી બજાવી આપે છે એ વગેરે પછીના સર્ગોમાં વર્ણવેલું છે. ન અભયકુમાર મંત્રીની ખરેખરી રાજનીતિજ્ઞતા તો એ જ છે કે પોતે જેનો પુત્ર છે એનો પાછો અમાત્ય પણ પોતે જ છતાં, એકે તરફ સ્વાર્થવૃત્તિથી ન દોરાતાં રાજાનું-પોતાના પિતાનું હિત સાચવી જાણે છે અને એજ સમયે પાછો પરમાર્થી એવો એ પ્રજાનાં મન પણ રંજન કરી જાણે છે. આવા એક નમુનેદાર મંત્રીનું જીવનચરિત્ર પ્રજાને લેશ પણ બોધપ્રદ જણાઈને આવકારદાયક થઈ પડશે તો હું આ મારો પ્રયાસ ફળીભૂત થયેલો સમજીશ; અને આ ચરિત્રનો ઉત્તર ભાગ, જે વિશેષ ચમત્કારી અને ઉપદેશાત્મક હોઈને ઉતરાવસ્થાને પ્રાપ્ત થયેલા મનુષ્યોના સ્વભાવતઃ શંકાશીલ હૃદયોના પ્રશ્નોના ઉત્તર આપી સમાધાન કરવામાં એક ગુરુ કે મહાત્મા યોગી સમાન છે તે પણ, -પ્રજા સન્મુખ મુકવાને ભાગ્યશાળી થઈશ. છેવટે; આ સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર મેં મારાથી બન્યું તેટલું શુદ્ધ કર્યું છે, જરૂર જણાઈ ત્યાં ત્યાં ફૂટનોટ આપી છે, અને વળી રહી ગયેલી ફૂટનોટ, ટીકા વગેરે માટે ગ્રંથને છેવટે પરિશિષ્ટ સુદ્ધાં મુકવા ભૂલ્યો નથી-છતાં “મનુષ્ય માત્ર દોષને પાત્ર છે” તો હું આ મારા પ્રયાસમાં રહી ગયેલી હરકોઈ ભૂલો માટે વાચક વર્ગની ક્ષમા ચાહું છું. વળી ભાષાન્તર કરતાં શંકા પડેલી ત્યાં, મને સદા શિષ્યદૃષ્ટિથી નીહાળનાર મારા ગુરુવર્ય પંન્યાસજી શ્રીમદ્ગંભીરવિજયજી મહારાજે, અને મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમાધાન કરેલું છે એ બાબતમાં એઓશ્રીનો અંતઃકરણપૂર્વક ઉપકાર માની આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું. ભાવનગર આષાઢીબીજ, વિ.સં.૧૯૬૪ લી. Jupse UPS ભાષાન્તર કર્તા. మల 156 કિ
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy