SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા ઉજવ્યો. ત્યારબાદ ચંદનનું વિલેપન, પુષ્પ, અક્ષત, ફળ, વસ્ત્ર, આભરણ અને પત્ર વગેરે મહામૂલ્ય વસ્તુઓથી પ્રભુની પૂજા કરી. પછી ઉત્તરાસંગ કરી આરતી ઉતારીને હર્ષથી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. - “હે સ્વામિન્ ! હે યુગાદીશ ! હે જગદ્ગુરુ ! હે નિરંજન ! આપ જય પામો. અઢાર કોટાકોટિ સાગરોપમથી ધર્મરહિત પ્રાણીઓનો ઉદ્ધાર કરનારા આપ જય પામો. આ ભરતક્ષેત્રમાં વ્યવહારના પ્રથમ દેશક, સર્વ સુખને આપનારા, ચૈતન્યરૂપી સ્વામી ! આપ જય પામો. હે નાથ ! વૃક્ષ, પર્વત અને નદીઓ સહિત પૃથ્વીનો ઉદ્ધાર કરનાર તો આપ જ છો. હે ભગવન્! આપની કૃપાથી જ્યાં સુધી શિવસુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હંમેશાં આપના ચરણોની સેવા મને શરણરૂપ થાઓ.” આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી કૃતાર્થ થયેલા ઇન્દ્ર, ઉત્સવસહિત પ્રભુને ત્યાંથી લઇને માતાની પાસે સ્થાપન કર્યા. બે કુંડલ, દિવ્ય વસ્ત્રો, હાર તેમજ મુગટ ભગવંતના ઓશીકે મૂકી માતાની નિદ્રા દૂર કરી ઈન્દ્ર મહારાજાએ અપ્સરાઓને પ્રભુની ધાત્રી તરીકે ત્યાં સ્થાપી અને નંદીશ્વર દ્વીપે અઢાઈ મહોત્સવ કરી પોતે દેવો સહિત સ્વર્ગમાં ગયા. પ્રાતઃકાળે પુત્રનો જન્મનો વૃત્તાંત સાંભળીને નાભિ રાજાએ જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુના સાથળમાં વૃષભનું ચિહ્ન હતું. તેમ જ સ્વપ્નમાં પણ માતાએ પ્રથમ વૃષભ જોયો હતો. તેથી માતા-પિતાએ પુત્રનું “ઋષભ' એવું નામ પાડ્યું. પાંચ દેવાંગનાઓ રૂપી ધાવમાતાથી લાલન-પાલન પામતા પ્રભુ વધવા લાગ્યા. ચારે પ્રકારના દેવો પ્રભુની સાથે ક્રિડા કરતા હતા. સ્વામી જે જે પ્રકારે કૌતુક વડે રમવાની ઇચ્છા કરે તે તે રૂપ કરીને દેવતાઓ તેમની આગળ રમતા હતા. એવી રીતે પ્રભુ એક વર્ષના થયા ત્યારે વંશની સ્થાપના કરવા માટે ઇન્દ્ર શેરડી લઈ પ્રભુની પાસે આવ્યા. તે વખતે પ્રભુ પિતાના ખોળામાં બેઠેલા હતા. ઇન્દ્રનો સંકલ્પ જાણીને પ્રભુએ તે શેરડી=ઈશુલતા હાથમાં લીધી. તેથી પ્રભુનો વંશ “ઇક્વાકુ વંશ' નામથી પ્રસિદ્ધ થયો. પ્રભુ થોડા મોટા થયા એટલે દેવોએ ઉત્તરકુરૂ ક્ષેત્રમાંથી લાવેલા કલ્પવૃક્ષના ફળોનો આહાર કરવા લાગ્યા. એ રીતે અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવન પામ્યા. ચાર અતિશયોથી શોભતું પ્રભુનું શરીર પાંચસો ધનુષ પ્રમાણ ઊંચું હતું. યોગ્ય સમયે ઇન્દ્ર આવીને પ્રભુને પ્રાર્થના કરી કે, “હે પ્રભુ ! જો કે આપ નિઃસંગ, સંસારથી ઉદ્વેગ પામેલા અને મુક્તિસુખને પ્રાપ્ત કરવામાં તત્પર છો, તો પણ હે દયાના સાગર પ્રભુ ! જગત વ્યવસ્થા માટે આપનો પાણીગ્રહણ મહોત્સવ કરવાની આજ્ઞા આપો. પ્રભુએ ત્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી પોતાના ભોગાવલી કર્મનો ઉદય છે, એમ અવધિજ્ઞાન વડે જાણીને ઇન્દ્રની વાત માની અને ઇન્દ્ર કરેલા ઉત્સવપૂર્વક સુમંગલા શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy