SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંતાનંત આત્માઓ મુક્તિ પામ્યા છે. તેથી આ ગિરિરાજના અણુએ અણુ પવિત્ર છે, પૂજનીય છે. આ શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ મારા ભવોભવના કર્મોને ખતમ કરવા સમર્થ છે. આની સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો...' વગેરે ભાવપૂર્વક ગિરિરાજની આ પવિત્ર ભૂમિને મસ્તકથી સ્પર્શ કરીએ. અનંતાને તાર્યા તેમ આપણને પણ તારવાની વિનંતી કરીએ. શ્રી શત્રુંજય ગિરિરાજની વિધિસહિત યાત્રા કરવા જુદી-જુદી જગ્યાએ મળીને કુલ પાંચ ચૈત્યવંદન કરવાના હોય છે. સ્તુતિ બોલીને આ જયતળેટીએ પહેલું ચૈત્યવંદન કરીએ. | સ્તુતિ (૧) શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ધરે, એ ગિરિવરનો મહિમા મોટો, સુણતાં તનડું નૃત્ય કરે; કાંકરે-કાંકરે અનંત સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે. (૧) (૨) જ્યાં સિદ્ધભૂમિમાં અનંતા, આત્મા મુક્તિ વર્યા, જ્યાં નાથ આદીશ્વર નવ્વાણું, પૂર્વ વાર સમોસર્યા; તાર્યા ભવિ ભવસિંધુથી, દઇને અનુપમ દેશના, દર્શન થકી પાવન કરે તે, વિમલગિરિને વંદના. (૨) પછી ધૂપ-દીપ કરી, સાથીયો કરી, દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી ત્રણ રત્નો મેળવવા ત્રણ ઢગલી કરી, મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉપર સિદ્ધિશીલા કરવા વડે અક્ષતપૂજા કરવી. સાથીયા ઉપર મીઠાઈ વગેરે નૈવેદ્ય મૂકવું તથા સિદ્ધશીલા ઉપર ઉત્તમ ફળો મૂકવા. શત્રુંજય ગિરિરાજની દ્રવ્યપૂજા કર્યા પછી હવે ચૈત્યવંદન રૂપ ભાવપૂજન કરીએ... તો બધા બેસી જાઓ. આપણે ચૈત્યવંદન કરશું, ત્રણ ખમાસમણા આપશું.. આપ્યા પછી... શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે...(૧) અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીરથનો રાય; પૂર્વ નવ્વાણું ઋષભદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય...(૨) શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy