SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવશે. તે અવસરે ચંદ્રગચ્છમાં લબ્ધિસંપન્ન ધનેશ્વર નામે સૂરિ થશે. તે આચાર્ય વલ્લભીપુરના રાજા શિલાદિત્યને પવિત્ર જિનમતનો બોધ પમાડશે. તે સૂરિરાજ શિલાદિત્યની પાસે બૌદ્ધ લોકોને દેશમાંથી કઢાવી તીર્થોમાં શાંતિકર્મ કરાવીને આશાતનાઓને ટાળી, અનેક ચૈત્યો કરાવશે. વિક્રમાદિત્ય પછી ચોરસોને સિત્યોતેર વર્ષે તે ધર્મવદ્ધક શિલાદિત્ય રાજા થશે. ત્યાર પછી આ જૈનશાસનમાં કુમારપાળ, બાહડ, વસ્તુપાળ અને સમરાશા વગેરે ઘણાં પ્રભાવિક પુરુષો થશે. તે સમયમાં ઘણું કરીને રાજાઓ મ્લેચ્છ જેવા, મંત્રીઓ ધનલુબ્ધ અને લોકો આચારભ્રષ્ટ તેમજ પરવંચક થશે. કેટલાંક ગીતાર્થ સાધુઓ માત્ર લિંગ ધરનારા, કેટલાંક આચારહીન, કેટલાક હીનવિદ્યામાં આદરવાળા અને પવિત્ર વિદ્યામાં અનાદરવાળા થશે. તે અવસરે અન્ય નવા ૧૦૮ પક્ષો જૈનશાસનમાં થશે. હે ઇન્દ્ર ! મારા નિર્વાણ પછી એક હજાર નવસોને ચૌદ વર્ષો ગયા પછી ચૈત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિકરણમાં પાટલીપુત્ર નગરમાં કલ્કી, ચતુર્વત્ર અને રૂદ્ર એવા ત્રણ નામવાળો પ્લેચ્છ પુત્ર રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં રામ અને કૃષ્ણનાં મંદિરો અકસ્માત પડી જશે. સાતે ઇતિઓ, સાતે પ્રકારના ભયો, ગંધ તથા રસનો ક્ષય, દુર્મિક્ષ અને રાજવિરોધ તેમજ ક્રોડો ઉત્પાતો થશે. એ કલ્કી છત્રીશ વર્ષનો થશે ત્યારે રાજા થશે. તે નંદરાજાના સુવર્ણના સ્તુપો ખોદાવશે. પછી દ્રવ્યનો અતિશય લોભી થઈ તે કલ્કી તે નગરીને ખોદાવીને પણ ધન ગ્રહણ કરશે. દ્રવ્ય માટે નગરને ખોદાવીને લગ્નદેવી નામે એક શિલામય ધેનુ પ્રગટ થશે. જે મુનિઓને પીડાકારી થશે. કેટલાક મુનિઓ ત્યાંથી અન્યત્ર ચાલ્યા જશે અને કેટલાંક ત્યાં પણ રહેશે. આ અવસરે કલ્કી રાજા અન્ય લિંગીઓ પાસેથી દંડ લઇ કોપથી જૈન મુનિઓની પાસેથી પણ દંડ માંગશે. એટલે તે નગરીના અધિષ્ઠાયક દેવો બળાત્કારે તેને અટકાવશે. પછી સત્તર અહોરાત્રી સુધી વરસાદ વૃષ્ટિ કરીને તે નગરને ડુબાવી દેશે. તે સમયે કલ્કી રાજા, પ્રાતિપદ નામે સૂરિ અને કેટલાંક સંઘના લોકો ઊંચા સ્થળ પર ચડી જવાથી બચશે અને કેટલાંક જળના પૂર સાથે સમુદ્રમાં તણાઇ જશે. પછી નંદરાજાના દ્રવ્યથી કલ્કી તે નવી નગરી કરાવશે અને પચાસ વર્ષ સુધી ધર્મના યોગે સુકાલ ચાલશે. અવસાનકાલ નજીક આવવાથી દુષ્ટ બુદ્ધિવાળો કલ્કી રાજા ફરી પાછો બીજા પાંખડીઓ દ્વારા જૈન લોકોને ઉપદ્રવ કરાવશે. તે સમયે પ્રાતિપદસૂરિ અને સંઘ કાયોત્સર્ગ કરીને રહેશે. તેથી આસન ચલિત થવાને લીધે ઇન્દ્ર બ્રાહ્મણના રૂપે ત્યાં આવશે. યુક્તિ-પ્રયુક્તિથી વારતા પણ જયારે કલ્કી વિરામ પામશે નહીં ત્યારે ઇન્દ્રના પ્રહારથી કલ્કી મૃત્યુ પામશે. યાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરેલ કલ્કી રાજા શ્રી શત્રુંજય માહામ્ય સાર ૦ ૩૨૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy