SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રભાવમય દ્રહો તથા કુંડો છે. પગલે પગલે નિધાનો છે. પર્વત પર્વત મહાપ્રભાવિક ઔષધિઓ છે તથા દરેક તીર્થસ્થાનની માટી પણ પવિત્ર છે. આ સૌરાષ્ટ્ર દેશમાં દેવતાઓથી પૂજીત ચોવીશે તીર્થકરો વિચર્યા છે. અનંત મુનિઓ સિદ્ધિપદ પામ્યા છે. સંઘમાં ધર્મધુરંધર પુરુષો ઉત્પન્ન થયા છે. શ્રીકૃષ્ણ – બલદેવ આદિ વીર પુરુષોએ અહીં ઉદય મેળવ્યો છે. અહીં પૂર્વે નીતિમાં નિપુણ, કીર્તિ મેળવનાર, દાનેશ્વરી, સુકૃત કરનારા, સમદષ્ટિવાળા ઘણા રાજાઓ થયા છે. તેમની પ્રજા પણ તેવી હતી. અહીં વર્તમાનમાં પણ સરલ, વિચક્ષણ, સંતોષી, સદા પ્રસન્ન, સત્યવચની, નિંદા-ઇર્ષ્યાથી રહિત, પરસ્ત્રીથી પરાઠુખ, સ્વસ્ત્રીમાં સંતોષી, વૈર વિનાના, માયા-લોભ છોડનારા, ઉદાર, શાંત, શુદ્ધ આચારવાળા તથા સુખી લોકો વસે છે. અહીં સ્ત્રીઓ રૂપવતી, શીલવતી, પતિભક્તિમાં તત્પર, પરિવાર પ્રત્યે પ્રીતિવાળી, સૌભાગ્યશાળી, તેજસ્વી, લજ્જાળુ, ઉત્સાહવાળી, મધુર બોલનારી, મુગ્ધ, ગંભીર, ગુરુ પ્રત્યે ભક્તિવાળી, ગુણીજનનો સંગ કરનારી છે તથા આ દેશના સંતાનો માતા-પિતાના ભક્ત, કલામાં કુશલ, શાંત તથા સુશીલ છે. સેવકો સ્વામીભક્ત, શૂરવીર, સંતોષી, અનુરાગી અને સ્નેહાળ છે. અહીં અધિકારીઓ આસ્તિક, ક્ષમાવાન, દાક્ષિણ્યવાળા અને પરાક્રમી છે. અહીં ગાયો-ભેંસો ઘણા દૂધવાળી, હૃષ્ટપુષ્ટ, બલવાન, સુંદર શિંગડાવાળી બંધનરહિત નિર્ભયતાથી ફરે છે. ઘોડાઓ ચપળ અને તેજવંત છે. વૃષભો મોટી ખાંધવાળા અને હાથીઓ કદાવર છે. અહીં બીજા પણ પશુઓ મહાબલવાન, મત્સરરહિત, ક્રૂરતા વિનાના અને નિર્ભય થઈને રહે છે. હેઇન્દ્ર! આ સૌરાષ્ટ્ર દેશમાં મોટા કિલ્લાથી શોભતા ઘણા શહેરો છે. તે શહેરોમાં અરિહંત પ્રભુના ચૈત્યો શોભી રહ્યા છે. ઘણા નિર્ચન્થ સાધુઓ વિચરે છે. ઘણા ત્યાગી – તપસ્વી સંત પુરુષો વસે છે. સાધુભગવંતોના મુખેથી શાસ્ત્રવચન સાંભળીને નિષ્પાપ જીવન જીવનારા, પુન્યશાળી અને ધનાઢ્ય લોકો આ દેશમાં છે. તેમના ઘર ધન-ધાન્યથી ભરપૂર છે. તેઓ યાચકોને ઇચ્છિત આપે છે. આથી યાચકો સંતોષ પામેલા છે. 2 સૌરાષ્ટ્રનો શણગાર : શત્રુંજય ગિરિરાજ K આવા સમૃદ્ધ સૌરાષ્ટ્ર દેશના મુકુટરૂપ આ શત્રુંજય પર્વત છે. તે સ્મરણમાત્રથી ઘણા પાપોનો નાશ કરનાર છે. તે ઇન્દ્ર ! આ ગિરિવરનો સંપૂર્ણ મહિમા સામાન્ય માણસથી જાણી શકાતો નથી, કેવળજ્ઞાની જ સંપૂર્ણ જાણી શકે છે અને તેઓ પણ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy