SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ બિંબ લેવા આવશે, તેવામાં ત્યાં જ મેરુની જેમ તે નિશ્ચળ થયેલ જોવામાં આવશે. જ્યારે ક્રોડો મનુષ્યોથી પણ તે ચલિત થશે નહીં ત્યારે તે પાછો પૂર્વની જેમ સ્થિર થઇને તીવ્ર તપશ્ચર્યા કરશે. તેને સાત ઉપવાસ થશે ત્યારે અંબિકાદેવી તેને દર્શન આપશે અને કહેશે કે, ‘હે વત્સ ! આમ યથેચ્છપણે તું આ શું કરે છે ? આ બિંબને જ્યાં તું મૂકીશ ત્યાં જ તે સ્થિર રહેશે' એવું મારું વચન ભૂલી જઇને આ શાશ્વતબિંબને તેં શા માટે અહીં મૂક્યું ? હવે તું વૃથા પ્રયાસ કર નહીં, આ બિંબ અહીં ધ્રુવ અને મેરુની જેમ નિશ્ચલ છે. દેવ, દાનવોથી પણ તે આ સ્થાનથી ચલિત થશે નહીં. માટે અહીં જ આ બિંબની ફરતો પશ્ચિમાભિમુખી પ્રાસાદ કર, કે જેથી તારુ સઘળુંય પુણ્ય શાશ્વત થાય. બીજા તીર્થોમાં તો ઉદ્ધારો પણ થશે પણ આ તીર્થનો ઉદ્ધાર કરનાર તો તું એક જ આ બિંબની જેમ સ્થિર થયેલો રહીશ.' એવી રીતે તેને સમજાવી સંતુષ્ટ થઇ વરદાન આપીને અંબિકાદેવી ત્યાંથી તત્કાળ અંતર્ધાન પામી જશે. પછી રત્નશેઠ પણ તે જ પ્રમાણે કરશે. સંઘની સાથે ઉલ્લસિત થયેલો રત્ન શ્રાવક દેવીના કહ્યા પ્રમાણે કરેલા ચૈત્યમાં તે બિંબની પ્રતિષ્ઠા કરાવશે. તે વખતે આચાર્યો વડે સૂરિમંત્રના પદોથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચૈત્યને અધિષ્ઠાયક સહિત કરશે. પછી અષ્ટપ્રકારી પૂજા કરી, મહાધ્વજ ચડાવી ભક્તિ વડે નમ્ર અને ઉદાર એવો તે રત્નશેઠ હર્ષથી મારી સ્તુતિ કરશે. સ્તુતિ કરી, પાંચ અંગે પૃથ્વીને સ્પર્શતો પ્રણામ ક૨શે. તે વખતે ક્ષેત્રપાળ પ્રમુખ દેવતાઓની સાથે અંબિકાદેવી ત્યાં આવીને તેના કંઠમાં પારિજાતના પુષ્પોની માળા પહેરાવશે. પછી તે રત્નવણિક કૃતાર્થ થઇ સૌરાષ્ટ્ર દેશમાં જ અનુક્રમે મુક્તિ પામશે. ‘હે કૃષ્ણ ! આવી રીતે તે રત્ન શ્રેષ્ઠી મારી પ્રતિમાને પૂજશે અને તમે પણ ભાવી તીર્થંકર થશો.’ શ્રીકૃષ્ણે નૂતન પ્રાસાદમાં કરેલ શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના પ્રભુની આવી વાણી સાંભળી કૃષ્ણે પૂછ્યું, ‘હે પ્રભુ ! આ મૂર્તિ હું કયા તીર્થમાં સ્થાપિત કરું ?' પ્રભુ બોલ્યા, ‘હે કૃષ્ણ ! પૂર્વે ઇન્દ્રે જ્ઞાનશિલા ઉપર કાંચનમય પ્રાસાદ કરાવ્યો છે. તેની નીચે નવીન પ્રાસાદ કરાવીને આ મૂર્તિ સ્થાપિત કરો. પ્રભુની આજ્ઞાથી કૃષ્ણે એક ઊંચું ચૈત્ય કરાવીને તેમાં ત્રિજગત્પતિ શ્રી નેમિનાથ પ્રભુની બ્રહ્મેન્દ્રે આપેલી પ્રતિમા સ્થાપિત કરી. જે પ્રતિમા ત્રણ જગતના લોકોએ પૂજેલી અને ભક્તિ તથા મુક્તિને આપનારી છે. પ્રભુના વાસક્ષેપથી ગણધરોની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી કૃષ્ણે જળયાત્રાને માટે દેવ તથા મનુષ્યોને નિમંત્રણ કર્યું. વાજિંત્રો વાગતાં હાથમાં કુંભવાળી સ્ત્રીઓથી અને દેવોથી પરિવરેલા કૃષ્ણ વાસુદેવ કુંડો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૯૮ ·
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy