SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોને બેસવા યોગ્ય બન્યું. તે ચૈત્યવૃક્ષની નીચે સૂર્યના બિંબ જેવું તેજસ્વી પાદપીયુક્ત સુવર્ણનું સિંહાસન શોભતું હતું. તે સિંહાસનની ઉપર સદ્ભક્તિ વડે ઉજ્જવળ ચિત્તવાળા દેવોએ પ્રભુ ત્રણ ભુવનના સ્વામી છે, એમ કહેતા ન હોય, એવા ત્રણ છત્રો બનાવ્યા. સમવસરણની પાસે એક હજાર ઊંચો મોક્ષની નિસરણી જેવો વિસ્તૃત સુવર્ણનો ધર્મધ્વજ શોભતો હતો. દરેક ગઢના દરેક દ્વાર આગળ તુંબડું વિગેરે દેવતાઓ દેદીપ્યમાન શૃંગાર ધારણ કરી અને હાથમાં છડી રાખી પ્રતિહારી થઇને ઊભા રહ્યા. આ પ્રમાણે લક્ષ્મી પણ લોભાઇ જાય એવું સમવસરણ રચી, વ્યંતરેન્દ્રોએ અવશેષ કાર્ય સમાપ્ત કર્યું. તે અવસરે દેવતાઓએ મૂકેલા સુવર્ણમય નવ કમળો ઉપર ચરણકમળને મૂકતા, નવનિધિના દાતાર, જગતના જીવિત સમાન અને ધર્મીઓનું જાણે સર્વસ્વ હોય, તેવા વીરપ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. મોક્ષાર્થી આત્માઓ પ્રભુની સ્તવના કરવા લાગ્યા. તે સમયે સુવર્ણ કમળમાં રહેલું, પાપરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યમંડળરૂપ ધર્મચક્ર સધર્મ ચક્રવર્તી પ્રભુની આગળ પ્રગટ થયું. ત્યારબાદ પ્રભુએ ચૈત્યવૃક્ષની પાસે આવી પ્રદક્ષિણા કરી. પછી પૂર્વ દિશા તરફ આવી “નમો તિર્થીમ્સ' કહી શ્રી મહાવીરસ્વામી ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન થયા, એટલે તરત જ બાકીની ત્રણે દિશાના સિંહાસનો ઉપર વ્યંતરદેવોએ ભગવંતના ત્રણ રૂ૫ વિદુર્થી. તે ત્રણે રૂપ પ્રભુ જેવાં જ થયાં. આ પણ પરમાત્માનો અતિશય છે. ત્યારબાદ સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક દેવીઓ પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને, રત્નગઢની મધ્યમાં રહેલા પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક નમસ્કાર અને સ્તુતિ કરી સ્વામીની સન્મુખ અગ્નિ દિશામાં બેઠા. તેમાં આગળ મુનિઓ બેઠા, પાછળ વૈમાનિક દેવીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓ પણ ઊભા રહ્યા. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરોની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરીને પૂર્વની જેમ પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે નૈઋત્ય દિશામાં રહ્યા. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવો પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરીને તેવી જ રીતે પ્રભુને નમન કરી વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવ, નર અને નારીઓ ઉત્તર દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુના ચરણોને નમી ઇશાન દિશામાં રહ્યા. મૃગ, સિંહ, ઘોડા, પાડા વિગેરે પશુ-પંખીઓ પરમાત્માનાં માહાભ્યથી પરસ્પરના જાતિવૈરને છોડી બીજા ગઢના મધ્યભાગમાં રહ્યા. દેવ, અસુર તથા મનુષ્યોનાં વાહનો છેલ્લા ગઢમાં રહેલા હતા. શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૮
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy