SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં નિષેધ કરેલું ઇન્દ્રનું તે કથન સાંભળીને ભરત અયોધ્યામાં આવી નિત્ય સાધર્મિક શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા. ત્યાં આવું મહાભોજન થતું સાંભળીને ઘણા લોકો ભોજન કરવા આવવા લાગ્યા. તે જોઈ રસોઇયાઓએ ભરત રાજાને કહ્યું કે, “સ્વામી ! આ શ્રાવક છે કે નહીં, એવો ભેદ અમારાથી થઈ શકતો નથી. તે સાંભળી ચક્રવર્તીએ શ્રાવકોના કંઠમાં કાકિણીરત્નથી રત્નત્રયીની નિશાની તરીકે દક્ષિણોત્તર ત્રણ રેખાઓ કરી - ‘તમે કામ, ક્રોધાદિ, શત્રુઓથી જીતાયા છો, તમારા માથા પર કર્મરાજાનો મહાભય વર્તી રહ્યો છે. માટે તમે તમારા આત્માને મા હણો ! મા હણો !' અર્થાત્ માહણ માહણ એમ દરરોજ પ્રાતઃ કાલે તે શ્રાવકોને ભરત ચક્રવર્તી પોતાને સૂચના કરવા માટે કહેતા. તે મુજબ તે શ્રાવકો નિરંતર ભરતેશ્વરને જાગ્રત કરતા હતા. તે સાંભળીને ચક્રવર્તી પોતાનો પ્રસાદ ત્યાગ કરતા. એટલે ત્યારથી ત્રણ રેખાઓથી અંકિત થયેલા શ્રાવકો માહણ = બ્રાહ્મણ નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયા. ત્યારબાદ ભરતે અહંત, યતિ અને શ્રાવક ધર્મના ચાર વેદો તે શ્રાવકોને ભણાવ્યા. ભગવંત આદિનાથથી જેમ ધર્મ પ્રવર્યો, તેમ ભરત રાજાથી સાધર્મિક વાત્સલ્યનો ધર્મ પ્રવર્યો. આ બાજુ શ્રી ઋષભદેવ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા પછી એક લાખ પંચાસી હજાર અને સાડા છસો (૧,૮૫,૬૫૦) મુનિઓ, ત્રણ લાખ (૩,૦૦,૦૦૦) સાધ્વીઓ અને ત્રણ લાખ, પચાસ હજાર (૩,૫૦,૦૦૦) શુદ્ધ સમ્યક્ત્વધારી શ્રાવકો અને પાંચ લાખ, ચોપન હજાર (૫,૫૪,૦૦૦) શ્રાવિકાઓ. આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુના ચતુર્વિધ સંઘનો પરિવાર હતો. ત્રણ જગતના પ્રભુશ્રી ઋષભદેવસ્વામી એક લાખ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી પોતાનો મોક્ષકાલ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે જગતપ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. તે ખબર પડતાં ખેદ પામેલા ભરત રાજા વાહન તથા પરિવારને મૂકીને એકદમ પગે ચાલી નીકળ્યા. પોતાની પાછળ દોડતા સેવકોને પણ દૂર છોડતા અને અશ્રુને વર્ષાવતા તથા કાંટા વગેરેને નહીં ગણકારતા અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં પર્યકાસને બેઠેલા સર્વ ઇન્દ્રિયોના આશ્રવને રૂંધીને રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને જોઇને અશ્રુજલથી યુક્ત ભરતે પ્રભુને વંદન કર્યું. તે સમયે આસન ચલિત થવાથી સર્વ ઇન્દ્રોએ પણ શોકથી આકુળ બનીને ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી નમન કર્યું. • શ્રી બાષભદેવ ભગવંતનું અષ્ટાપદ પર્વત પર નિર્વાણ : આ અવસર્પિણી કાળનાં સુષમદુષમ નામના ત્રીજા આરામાં નેવ્યાસી શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૮
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy