SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય જેવું તેજસ્વી ચક્રરત્ન તેઓના હાથમાં આવ્યું. તેથી તેમને પોતાના ચક્રવર્તાપણાની પ્રતીતિ થઈ અને તેઓએ ચક્રને ભમાડતાં ભમાડતાં ક્રોધ કરીને બાહુબલિને કહ્યું, અરે બાહુબલિ ! હજુ કાંઇ બગડી ગયું નથી, હજી પણ માન છોડીને મારી આજ્ઞાને તું માન્ય કર. તારે તારા બાહુબળનો ગર્વ કરવો યોગ્ય નથી. કારણ કે સર્વ બળવાન રાજાઓ પણ ચક્રવર્તીની આજ્ઞાને અંગીકાર કરે છે. તો તું તો મારો નાનો ભાઈ છે.' આ સાંભળીને બાહુબલિ ધીર-ગંભીર વાણીથી નિર્ભયપણે બોલ્યા, “હે આર્ય ! તમારામાં આપણા પિતાનું પુત્રપણું શોભતું નથી. કારણ કે ક્ષત્રિય ધર્મને જાણવા છતાં તંદ્વયુદ્ધની પ્રતિજ્ઞાથી ચલિત થઇને તમે આ વંદ્વયુદ્ધમાં પણ ચક્ર ગ્રહણ કર્યું છે. પણ આ લોહનો ટુકડો – મારા બળની પાસે શું કરશે ? અત્યાર સુધી તે તારા બાહુનું બળ જોયું, હવે આ ચક્રનું બળ પણ જોઈ લે અને આ મારો ભાઈ છે, એવી શંકા ન રાખીશ. કેમ કે ક્ષત્રિયોનો એવો આચાર છે કે, રણસંગ્રામમાં સંબંધ જોવો નહીં.” બાહુબલિનાં વચનો સાંભળીને ક્રોધ પામેલા ભરત ચક્રવર્તીએ તે જ ક્ષણે પોતાના હાથમાં રહેલા ચક્રને આકાશમાં જમાડીને બાહુબલિ તરફ છોડ્યું. પ્રચંડ વેગથી ધસી આવતા ચક્રને જોઇને બાહુબલિ વિચારવા લાગ્યા કે, “પહેલાં હું આ ચક્રરત્નનાં સામર્થ્યને જોઉં. પછી જે કરવું હશે તે હું કરીશ.” આ પ્રમાણે બાહુબલિ વિચારતા હતા, તેવામાં તો તે જાજવલ્યમાન ચક્ર બાહુબલિને પ્રદક્ષિણા કરીને પાછું ચક્રવર્તીના હાથમાં ગયું. કારણ કે ચક્રવર્તીનું ચક્ર તેના સમાન ગોત્રના કુટુંબી પર પ્રવર્તતું નથી, તો તદ્દભવસિદ્ધિ પામનારા બાહુબલિ જેવા મહાપુરુષ પર તો કેમ પ્રવર્તે ? ત્યારપછી બાહુબલિએ અત્યંત ક્રોધાયમાન થઈને વિચાર્યું કે, “આ ચક્રને, તેના રક્ષક એક હજાર યક્ષોને અને આ અન્યાય કરનારા તેના અધિપતિ ભરતને હવે તો એક મુષ્ટિના ઘાથી ચૂર્ણ કરી નાખું.” એમ વિચારી કુર મુષ્ટિ ઉગામીને ભરત તરફ દોડ્યો. • બાહુબલિનું સ્વયં કેશલુંચન અને સંયમગ્રહણ : | દોડતા બાહુબલિ પોતાના વડીલભાઈ ભરતનરેશ્વરની પાસે આવતાં અટકી ગયા અને સ્થિર થઇને વિચારવા લાગ્યા કે, “અહો ! ક્ષણવિનશ્વર એવા રાજ્ય માટે આ ભવ અને પરભવનો નાશ કરે તેવો આ ભ્રાતૃવધ હું કરું છું? દેખાવ માત્રથી સુખને આપનાર પૌદ્ગલિક પદાર્થોના મોહથી ભ્રમિત થયેલા અધમ પુરુષો નરકમાં જાય છે. જો તેમ ન હોય તો તેવા રાજયને પિતા શ્રી ઋષભદેવ ભગવંત પણ કેમ છોડી દે ? માટે હું પણ આજે તે પૂજ્ય પિતાના માર્ગનો જ પથિક થાઉં.” શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૩
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy