________________
३३५
चतुर्थः प्रस्तावः अन्नया य विचित्तचित्तमणहरंमि मंदिरंमि पच्छिमरयणीसमए सुहसेज्जाए सुत्तस्स तस्स मंदीभूयंमि निद्दापसरे वियक्खणेण पढियमेक्केण जामरक्खगपुरिसेण
'जे पुव्वपुरिसवंसप्परोहगाढप्परूढमूलसमं । वेरिकुलकमलनिद्दलणकुंजरं सयलगुणनिलयं ।।१।।
पुत्तं ठविउं नियए पयंमि पडिवन्नसंजमुज्जोगा।
इह परभवे य कह ते पाविंति न निव्वुइं पुरिसा?' ||२|| जुम्मं । एवं च सोच्चा चिंतियं रन्ना-'अहो दुल्लंभमेयं, जओ मम एत्तियकालेऽवि पउरासुवि पणइणीसु न एक्कस्सवि कुलालंबणस्स पुत्तस्स लाभो जाओ, अच्छउ सेसं । एवं ठिए य किं करेमि? किं समाराहेमि?, कत्थ वच्चामि? कस्स साहेमि? को उवाओ? के वा
अन्यदा च विचित्रचित्रमनोहरे मन्दिरे पश्चिमरजनीसमये सुखशय्यायां सुप्तस्य तस्य मन्दीभूते निद्राप्रसरे विचक्षणेन पठितं एकेन यामरक्षकपुरुषेण
'ये पूर्वपुरुषवंशप्ररोहगाढप्ररूढमूलसमम् । वैरिकुलकमलनिर्दलनकुञ्जरं सकलगुणनिलयम् ।।१।।
पुत्रं स्थापयित्वा निजे पदे प्रतिपन्नसंयमोद्योगाः ।
इह परभवे च कथं ते प्राप्नुवन्ति न निवृतिं पुरुषाः?' ||२|| युग्मम् । एवं च श्रुत्वा चिन्तितं राज्ञा 'अहो! दुर्लभम् एतत्, यतः मम एतावत्कालेऽपि प्रचुरासु अपि प्रणयिनीषु न एकस्याऽपि कुलाऽऽलम्बनस्य पुत्रस्य लाभः जातः, आस्तां शेषम् । एवं स्थिते च किं करोमि? किं समाराध्नोमि? कुत्र व्रजामि? कस्य कथयामि? कः उपायः? के वा एतादृशकार्ये सहायाः? कः च मम
એકદા વિવિધ ચિત્રોવડે મનોહર મંદિર-આવાસમાં સુખશયાપર રાજા સૂતો હતો અને નિદ્રાનો વેગ તેનો મંદ પડી ગયો હતો, તેવામાં પાછલી રાતે કોઇ વિચક્ષણ પહેરગીર બોલ્યો કે-“જે પુરુષો, પૂર્વજોના વંશરૂપ વૃક્ષના અત્યંત મજબૂત મૂળ સમાન, શત્રુ-કુળરૂપ કમળને દળવામાં હાથી સમાન અને સર્વગુણના સ્થાનરૂપ એવા પુત્રને પોતાના પદે સ્થાપી સંયમથી અલંકૃત થાય છે, તેવા જનો પરભવમાં મુક્તિ કેમ ન પામે?” (૧/૨)
એ પ્રમાણે સાંભળતાં રાજાએ ચિંતવ્યું કે-“અહો! એ તો દુર્લભ છે, કારણ કે બીજું તો દૂર રહો, આટલો બધો કાળ વીતતાં અને ઘણી રાણીઓ છતાં અત્યારસુધી મને કુલને ટેકારૂપ એકે પુત્રની પ્રાપ્તિ ન થઇ. આવી સ્થિતિમાં હવે હું શું કરું? કોનું આરાધન કરું? ક્યાં જાઉં? કોને કહું? કેવો ઇલાજ લઉં? અથવા આવા કામમાં સહાયક કોણ? મારો પુરુષાર્થ શો? પૂર્વ કર્મની પરિણતિ કેવી હશે?' એમ વિચારતાં ક્ષણવાર કિંકર્તવ્ય-મૂઢ બની, તરતજ