________________
२८४
श्रीमहावीरचरित्रम् एवं च सुचिरं थोऊण सो तिविठुनरिंदो निविट्ठो समुचियठाणे। भगवयावि आजोयणमित्ताणुसारिणीए वाणीए समारद्धा धम्मदेसणा, जहा-'भो भो देवाणुप्पिया! कहकहवि चिरं संसारकंतारमणुपरियट्टमाणेहिं तुम्हेहिं पाविओ एस मणुयजम्मो। जायं अविकलपंचिंदिअत्तणं। संपत्ता निक्कलंककुलारोगाइया सामग्गी, समुल्लसिया सद्धम्मबुद्धी। ता दुगुञ्छह मिच्छत्ताविरइसंगं, समीहह संमत्त-नाण-चरित्तवित्तं, पेच्छह पमायपरपाणिगणदुहविवागं, अणुचिंतह खणदिट्ठनट्ठसरूवयं सव्वभावाणं, विमंसह पुणो दुल्लहत्तणं आरियखेत्ताइलाभस्स, अन्नं च
तुच्छेहियसुहलवमेत्तलालसा कीस वसह निस्संका? | किं तुम्ह कयंतेणं निब्भयपत्तं सयं लिहियं? ||१||
एवं च सुचिरं स्तुत्वा सः त्रिपृष्ठनरेन्द्रः निविष्टः समुचितस्थाने । भगवताऽपि आयोजनमात्राऽनुसार्या वाण्या समारब्धा धर्मदेशना, यथा-'भोः भोः देवानुप्रियाः! कथंकथमपि चिरं संसारकान्तारम् अनुपरिवर्तमानैः युष्माभिः प्राप्तमिदं मनुजजन्म, जातं अविकलपञ्चेन्द्रियत्वम्, सम्प्राप्ता निष्कलङ्ककुलाऽरोगादिका सामग्री, समुल्लसिता सद्धर्मबुद्धिः । तस्मात् जुगुप्सत मिथ्यात्वाऽविरतिसङ्गम्, समीहध्वं सम्यक्त्व-ज्ञानचारित्रवित्तम्, प्रेक्षध्वं प्रमादपरप्राणिगणदुःखविपाकम्, अनुचिन्तयत क्षणदृष्टनष्टस्वरूपं सर्वभावानाम्, विमृषत पुनः दुर्लभत्वमार्यक्षेत्रादिलाभस्य । अन्यच्च -
तुच्छैहिकसुखलवमात्रलालसाः कथं वसत निःशङकाः? | किं युष्माकं कृतान्तेन निर्भयपत्रं स्वयं लिखितम्? ।।१।।
એ પ્રમાણે વિસ્તારથી સ્તુતિ કરીને ત્રિપૃષ્ઠ નરેંદ્ર ઉચિત સ્થાને બેઠો, ભગવંતે પણ યોજનગામિની વાણીથી ધર્મ-દેશના આપવાનો પ્રારંભ કર્યો.
હે દેવાનુપ્રિય ભવ્યો! સંસારરૂપ વનમાં લાંબા વખતથી પરિભ્રમણ કરતાં તમે આ મનુષ્ય-જન્મ પામ્યા છો. અવિકલ પંચેંદ્રિયપણું મળ્યું છે. ઉત્તમ કુળ અને આરોગ્ય રૂપ સામગ્રી મળેલ છે. અને ધર્મબુદ્ધિ તમને પ્રાપ્ત થઇ છે, માટે મિથ્યાત્વ અને અવિરતિના સંગની ઉપેક્ષા કરો, સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્રરૂપ વિત્ત-ધનને વાંછો, પ્રમાદી પ્રાણીઓના દુઃખ-વિપાકને જુઓ, ક્ષણવારમાં દૃષ્ટનષ્ટ થનારા સર્વ પદાર્થો ચિંતવો અને ફરી આર્યક્ષેત્રાદિ લાભની દુર્લભતાને વિચારો અને વળી
આ લોકના તુચ્છ સુખલવમાત્રમાં લુબ્ધ બની તમે નિઃશંક થઇને કેમ રહો છો? શું કૃતાંત યમરાજે પોતે તમને निलय-पत्र भी भाप्यु छ? (१)