SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : તેથી મારા શરીરમાં ચોરી અને માયાનો પ્રવેશ થયો તેથી, મારા વડે વિચારાયું. રત્નચૂડ વડે તે રત્ન મારી સમક્ષ ચિંતામણિના ગુણોથી તુલ્ય, શ્રેષ્ઠ, સર્વકાર્ય કરનારું નિવેદન કરાયું. રિપBll બ્લોક : तत्तादृशमनर्धेय, रत्नं को नाम मुञ्चति? । हरामि त्वरितं गत्वा, किं ममापरचिन्तया? ।।२५४।। શ્લોકાર્ય : તે કારણથી તેવું અનર્દય રત્ન=અમૂલ્ય રત્ન, કોણ મૂકે? અર્થાત્ કોઈ બુદ્ધિશાળી પુરુષ તેને જતું કરે નહીં. શીધ્ર જઈને હું હરણ કરું. બીજી ચિંતા વડે મને શું ?=રત્નને ગ્રહણ કરવાની ચિંતાને છોડીને વિમલકુમારને મારા વિષયમાં શું વિચાર આવશે. ઈત્યાદિ અન્ય નિરર્થક ચિંતા વડે શું? એમ વામદેવ વિચારે છે. રાજા ततोऽवलम्ब्य जघन्यतां विस्मृत्य विमलस्नेहं अविगणय्य सद्भावार्पणं, अपर्यालोच्यायतिं, अनाकलय्य महापापं, अविचार्य कार्याकार्य, अधिष्ठितः स्तेयबहुलिकाभ्यां, गतोऽहं तं प्रदेशं उत्खातं तद्रत्नं निखातमन्यत्र प्रदेशे, चिन्तितं च मया कदाचिदधुनैवागच्छति विमलः ततो रिक्तेऽस्मिन्दृष्टे प्रदेशे भवेदस्य विकल्पो यथा वामदेवेन गृहीतं तद्रत्नं, यदि पुनरत्र प्रदेशे यथेदं कर्पटावगुण्ठितं निखातं तथैवान्यः तत्प्रमाणः पाषाणो निखन्यते ततो विमलस्य तं दृष्ट्वा भवेदेवंविधो वितर्कः यथा तद्रत्नं ममैवापुण्यैरेवं पाषाणीभूतमिति, एवं च विचिन्त्य मया निखातस्तत्प्रमाणः कर्पटावगुण्ठितस्तत्र प्रदेशे पाषाणः, समागतो गृहं लघितं तद्दिनं, समायाता रजनी, स्थितोऽहं पर्यके । તેથી=વામદેવના શરીરમાં ચોરી અને માયાનો પરિણામ પ્રવેશ પામ્યો તેથી, જઘન્યતાનું અવલંબન લઈને પોતે શ્રેષ્ઠી પુત્ર છે તેથી મિત્રદ્રોહનું જઘન્ય કાર્ય મારાથી થાય નહીં તેને છોડીને મિત્રદ્રોહરૂપ જઘન્યતાનું અવલંબન લઈને, વિમલના સ્નેહનું વિસ્મરણ કરીને=મિત્ર તરીકે વિમલે જે અત્યાર સુધી સ્નેહ બતાવ્યો છે તેનું વિસ્મરણ કરીને, સદ્ભાવના અર્પણની અવગણના કરીને આ મારો મિત્ર છે તેથી આવું મૂલ્યવાન રત્ન પણ એના વિશ્વાસ ઉપર તેણે સ્થાપન કરવા માટે આપ્યું તે પ્રકારના સદ્ભાવના અર્પણની અવગણના કરીને, ભવિષ્યનું અપર્યાલોચન કરીને, મહાપાપને નહીં જાણીને, કાર્યાકાર્યનો અવિચાર કરીને=આ પ્રમાણે રત્ન ગ્રહણ કરવું એ મારા માટે અકાર્ય છે એ પ્રમાણે અવિચાર કરીને, ચોરી અને માયાથી અધિષ્ઠિત થયેલો એવો હું વામદેવ, પ્રદેશમાં ગયો જ્યાં રત્ન સ્થાપન કરેલ તે પ્રદેશમાં ગયો. તે રત્ન કઢાયું તે સ્થાનથી બહાર કઢાયું. અન્ય પ્રદેશમાં સ્થાપન કરાયું. અને મારા વડે=વામદેવ વડે, વિચારાયું. કદાચ હમણાં જ વિમલ આવે. ત્યારપછી રિક્ત એવો આ પ્રદેશ જોવાયે છતે=જ્યાં રત્ન દાટેલું તે પ્રદેશ રત્ન વગરનું જોવાયે છતે, આને=વિમલને, વિકલ્પ
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy