SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ अपि च-लसदच्छाच्छनिर्मलस्फटिकमणिनिर्मितकुट्टिमसंक्रान्तविलसत्तपनीयस्तम्भं स्तम्भविन्यस्त ૬૧ विद्रुमकिरणकदम्बकरक्तमुक्ताफलावचूलं अवचूलविरचितमरकतमयूखश्यामायमानसितचमरनिकरं सितचमरनिकरदण्डचामीकरप्रभापिञ्जरितादर्शमण्डलं आदर्शमण्डलगतविराजमानारुणमणिहारनिकुरुम्बं हारनिकुरुम्बावलम्बितविशदहाटककिङ्किणीजालमिति । तत्र चैवंविधे भुवननाथस्य भवने प्रविश्य तैरवलोकितं भगवतो युगादिनाथस्य बिम्ब, અને વળી વિલાસ કરતા સ્વચ્છ, નિર્મલ, સ્ફટિકના મણિથી નિર્મિત ભૂમિમાં સંક્રાંત થયેલા વિલાસ કરતા સુવર્ણના સ્તંભવાળું, સ્તંભમાં વિચસ્ત વિદ્રુમતા કિરણના સમૂહથી રક્ત મુક્તાફલના અવચૂલવાળું, અવચૂલમાં વિરચિત મરકતમણિનાં કિરણોથી શ્યામ જેવા દેખાતા સફેદ ચામરના સમૂહવાળું, સફેદ ચામરોના સમૂહના દાંડામાં સુવર્ણની પ્રભાથી પીળા થયેલા આદર્શના મંડલવાળું, આદર્શના મંડલગત વિરાજમાન અરુણ મણિના હારના સમૂહવાળું, હારના સમૂહમાં અવલંબિત ઉજ્જળ સોનાની કિંકિણીની જાલવાળું એવા તે જિનાલયનો અંદરનો ભાગ હતો. અને ત્યાં આવા પ્રકારના ભુવનનાથના ભવનમાં પ્રવેશ કરીને તેઓ વડે=રત્નચૂડ આદિ બધા વડે, ભગવાત યુગાદિનાથનું બિંબ જોવાયું. શ્લોક ઃ તત્ત્વ दिक्षु प्रेङ्खत्प्रभाजालं, शातकुम्भविनिर्मितम् । शान्तं कान्तं निराटोपं, निर्विकारं मनोहरम् ।।२०४ ।। શ્લોકાર્થ : અને તે=ભગવાનનું બિંબ, બધી દિશાઓમાં પ્રસરતી પ્રભાજાલવાળું, શાતકુંભથી=સુવર્ણથી, વિનિર્મિત, શાંત, કાંત, આટોપ વગરનું નિર્વિકાર, મનોહર હતું. II૨૦૪॥ ततः सर्वैरपि विहितो हर्षभरविस्फारिताक्षैः प्रणामः, वन्दितं च विशदानन्दपुलकोद्भेदसुन्दरं वपुर्दधानाभ्यां विधिवच्चूतमञ्जरीरत्नचूडाभ्याम्, तच्चेदृशं सचराचरभुवनबन्धोर्भगवतो बिम्बं निरूपयतो विमलकुमारस्य सहसा समुल्लसितं जीववीर्यं विदारितं भूरिकर्मजालं वृद्धिमुपगता सद्बुद्धिः प्रादुर्भूतो दृढतरं गुणानुरागः, ततश्चिन्तितमनेन - अहो भगवतोऽस्य देवस्य रूपं, अहो सौम्यता, अहो निर्विकारता, अहो सातिशयत्वं अहो अचिन्त्यमाहात्म्यता, तथाहि તેથી બધા વડે પણ=વિમલકુમાર આદિ બધા વડે પણ, હર્ષના ભરાવાથી વિસ્ફારિત થયેલાં ચક્ષુઓ વડે પ્રણામ કરાયો=જિનબિંબને પ્રણામ કરાયો. અને વિશદ આનંદના પુલકના ઉભેદથી સુંદર એવા દેહને ધારણ કરતાં ચૂતમંજરી અને રત્નચૂડ દ્વારા વિધિપૂર્વક વંદન કરાયું. અને તે
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy