________________
પ૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
यद्वा यस्येदृशं जातं, चित्तरत्नं महात्मनः । तस्यास्य बार्लोिकेऽत्र, किं वा रत्नैः प्रयोजनम् ? ।।१९९।। एतदेवंविधं चित्तं, जायते पुण्यकर्मणाम् ।। प्रायोऽनेकभवैधर्मकर्मरञ्जितचेतसाम् ।।२००।। ये तु पापाः सदा जीवाः, शुद्धधर्मबहिष्कृताः ।
तेषां न संभवेत्प्रायो, निर्मलं चित्तमीदृशम् ।।२०१।। શ્લોકાર્ધ :
અહો અપૂર્વ માહાભ્ય, અહો અતુલ નિઃસ્પૃહતા, આ કુમારનું લોકથી અતીત આ વિચેષ્ટિત છે અથવા જે મહાત્માનું આવું ચિતરત્ન થયું તે આને આ લોકમાં બાહ્ય રત્નોથી શું પ્રયોજન છે? આવા પ્રકારનું આ ચિત્ત પ્રાયઃ અનેક ભવોથી ધર્મકર્મથી રંજિત ચિતવાળા પુણ્યકર્મવાળા જીવોને થાય છે. વળી, જે જીવો શુદ્ધધર્મથી બહિસ્કૃત સદા પાપી જીવો છે તેઓને પ્રાયઃ આવા પ્રકારનું નિર્મળ ચિત સંભવતું નથી. II૧૯૮થી ૨૦૧ાા ભાવાર્થ :
વળી રાજાની પત્ની કમલસુંદરી અને કનકસુંદરી પરસ્પર સખી છે તેથી કમલસુંદરીનો પુત્ર વિમલકુમાર અને કનકસુંદરીનો પુત્ર વામદેવ એવો હું=સંસારી જીવ, પરસ્પર મિત્ર થયા. વિમલકુમાર નિર્મળબુદ્ધિથી મિત્રતા ધારણ કરે છે. અને વામદેવ એવો હું શઠ ભાવથી મિત્રતા ધારણ કરું છું. એક વખત વિમલકુમારના કથનથી અમે ઉદ્યાનમાં ગયા. તે રમ્ય ઉદ્યાનમાં કોઈકનાં પગલાં જોયાં. તેને જોઈને વિમલકુમાર આ કોઈક લક્ષણવંત પુરુષ છે અને પત્ની સાથે ગયો છે એ પ્રમાણે વિચારે છે તેથી વામદેવને કહે છે. કોઈક વિશિષ્ટ મિથુનયુગલ અહીંથી ગયેલું હોવું જોઈએ. ત્યારપછી કંઈક આગળ જઈને લતાગૃહમાં જોયું તો અદ્ભુત સૌંદર્યવાળું મિથુનયુગલ જોવાયું. તે મિથુનયુગલે વિમલકુમાર અને વામદેવને જોયા નહીં. પરંતુ વિમલકુમારે અને વામદેવે તેમને જોયાં. અને તેમનાં લક્ષણો જોઈને લક્ષણશાસ્ત્રમાં નિપુણ એવો વિમલકુમાર પુરુષનાં લક્ષણો અને સ્ત્રીનાં લક્ષણો વિસ્તારથી કહે છે. એટલામાં જ તેઓએ જોયું કે તે મિથુનયુગલ ઉપર કોઈક બે પુરુષ યુદ્ધ માટે આવે છે અને તે મિથુનયુગલમાંથી પુરુષને તે આવનાર પુરુષ આક્રોશ કરે છે. તે આક્રોશ સાંભળીને તે વિદ્યાધર પોતાની સ્ત્રીને કહે છે તું ધીર થા. એમ કહીને તેની સાથે યુદ્ધ કરવા જાય છે. તે વખતે તે બે પુરુષમાંથી એક પુરુષ તે મિથુનયુગલની સ્ત્રીને ગ્રહણ કરવા માટે સન્મુખ આવે છે તેથી તે બાળા વિમલકુમારને કહે છે મારું રક્ષણ કરો. તે વખતે વિમલકુમારના ગુણથી આવર્જિત વનદેવતા જે વિદ્યાધર તે સ્ત્રીને ગ્રહણ કરવા તત્પર થયેલ. તે વિદ્યાધરને આકાશમાં ખંભિત કરે છે. એટલામાં તે મિથુનયુગલમાંથી જે પુરુષ તે વિદ્યાધર સામે યુદ્ધમાં તત્પર થઈને તેને મૃતપ્રાયઃ કરે છે અને પાછો આવે છે ત્યારે તે સ્ત્રીને લેવા માટે આવેલ પુરુષ જે ખંભિત હતો તેને વનદેવતા મુક્ત કરે છે. તેથી તે મુક્ત થયેલો પુરુષ વેગથી તેની સન્મુખ જાય છે અને તેની પાછળ તે વિદ્યાધર પણ જાય છે. ત્યારપછી પ્રથમ પુરુષની