SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ભાવાર્થ : વિમલકુમાર મને બળાત્કારે દીક્ષા આપશે એવા સ્વકલ્પિત ભયથી ભયભીત થઈને વામદેવ તે નગરથી ભાગે છે અને કાંચનપુર નગરમાં આવે છે. સાથે માયા અને ચૌર્યનો પરિણામ વિદ્યમાન છે. સંયોગાનુસાર ક્યારેક માયા ઊઠે છે, ક્યારેક બંને પરિણામ ઊઠે છે. કાંચનપુરમાં તેને સરલ નામનો વાણિયો દેખાયો. તેથી માયાને વશ થઈને નટની જેમ તે વાણિયાના પગે પડે છે અને માયાને વશ જ એકદમ ગદ્ગદ થાય છે; કેમ કે બુદ્ધિ છે, મૂઢતા છે, માયા છે તેથી ઉચિત સ્થાનનો વિચાર કરીને તે શ્રેષ્ઠીને પોતાને વશ કરવાના આશયથી માયા કરીને તેને પગે લાગે છે અને કહે છે કે તમને જોઈને મને મારા પિતાનું સ્મરણ થયું. તે પ્રકારના તેના વચનને સાંભળીને સરળ સ્વભાવવાળા જીવોને પ્રાયઃ સર્વ જીવો સરળ જ દેખાય છે તેથી સરલ એવા તે શ્રેષ્ઠીએ પુત્રની જેમ તેને ઘરે રાખ્યો અને સરળ સ્વભાવથી પોતાનું રત્નાદિ ધન સર્વ બતાવ્યું. વળી, તે શ્રેષ્ઠી રત્નાદિ ધન પોતાની વેચવાની દુકાનમાં રાખતો હતો. તેથી પુત્રતુલ્ય વામદેવ સહિત તે દુકાનમાં સૂએ છે. કોઈક દિવસે તેના ઘરે કોઈક પ્રિય મિત્ર આવ્યો અને પોતાના પુત્રના ષષ્ઠી જાગરણના પ્રસંગમાં આવવાનો સરલને આગ્રહ કર્યો. તેથી સરલ સ્વભાવવાળા શ્રેષ્ઠીએ વામદેવને કહ્યું કે હું મિત્રના ત્યાં જઈશ. તું દુકાનમાં જઈને સૂઈ જજે. વામદેવમાં કુટિલબુદ્ધિ હતી. તેથી સરલને વિશ્વાસમાં લાવવા અર્થે કહે છે કે હું માતાની પાસે જ વસીશ, દુકાનમાં નહીં, કેમ કે નિપુણતાપૂર્વક ચોરી કરીને રત્નો લેવાં હોય અને દુકાનથી રત્નો લઈને પલાયન થવું દુષ્કર હોય અને રાજપુરુષો દ્વારા પકડાવાનો ભય હોય તેથી પિતાનો વિશ્વાસ સંપાદન કરવા અર્થે માતા પાસે જ સૂએ છે અને રાત્રે ચોરીનો પરિણામ ઉલ્લસિત થયો તેથી દુકાનમાં જાય છે. રત્નો ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. દંડપાશિકોત્રરાજાના રક્ષકો, આવ્યા. જોયું કે આ તો શ્રેષ્ઠીનો પુત્ર જ છે. તેથી મૌન લઈને આ શું કરે છે તે કોઈક સ્થાનમાં પ્રચ્છન્ન રહીને જુએ છે. વામદેવ તે ધન લઈને તે દુકાનના પાછળના કોઈક સ્થાનમાં ખોદીને દાટે છે. ત્યારપછી રાત્રિના સવારના સમયે વામદેવ જ હાહાકાર કરે છે. નગરના લોકો એકઠા થયા. સરલ આવે છે. વામદેવ માધાપૂર્વક સરલને કહે છે. આપણી દુકાનમાં ચોરી થઈ છે. કેવી રીતે તે અહીં આવ્યો ઇત્યાદિ પૂછે છે ત્યારે માયાપૂર્વક આળજાળ કહીને સરલને વિશ્વાસ ઉત્પન્ન કરે છે કે વામદેવે ચોરી કરી નથી. પરંતુ દંડપાશિકો નિપુણ હોય છે તેથી નિશ્ચય કર્યો કે આ વામદેવ જ ચોર છે, તેથી સરલને કહે છે ચોરીના માલ સહિત અમે ચોરને ઉપસ્થિત કરીશું, તમે ચિંતા કરો નહીં. દંડપાશિકોના વચનને સાંભળીને વામદેવને ભય થયો; કેમ કે દંડપાશિકોએ રાતના તેને જોયેલો છતાં અતિલોભને વશ અને ચોરીના પરિણામને વશ સંધ્યા વેળાએ તે ગ્રહણ કરીને પલાયન કરવા તત્પર થાય છે. વળી, દંડપાશિકોએ તેની પ્રવૃત્તિ ઉપર ગુપ્તચર રાખેલો. તેથી ધનગ્રહણ કરીને પલાયન થતા તેને પકડ્યો અને રાજા પાસે તેને લઈ જાય છે. રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા આપી. છતાં સરલ સ્વભાવવાળા તે શ્રેષ્ઠી પોતાનું ધન રાજાને સમર્પિત કરીને પણ વામદેવના પ્રાણરક્ષણની અભ્યર્થના કરે છે. સરલ જીવો હંમેશાં અનેક દોષવાળામાં પણ દોષ જોવાને બદલે વિચારે છે કે જીવને
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy