SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ ૩૧૩ તે બુધસૂરિ પણ માયાવી છે, ઇન્દ્રજાળી છે તે પ્રકારે જ વિચારતો હતો તેમાં માયા જ કારણ છે. II૬૯૯II શ્લોક : ब्रुवाणस्यापि सद्भूतं, न प्रत्येति स्म यज्जनः । धिक्करोति च तत्रापि, सैव मायाऽपराध्यति ।।७०० ।। શ્લોકાર્થ : સદ્ભૂતને કહેતા પણ તેનો જે કારણથી લોક વિશ્વાસ કરતો ન હતો અને ધિક્કાર કરે છે. ત્યાં પણ=વામદેવના ભવમાં તે ધિક્કારની પ્રાપ્તિમાં પણ, તે જ માયા અપરાધને પામે છે=વામદેવના ભવમાં સરલના ગૃહમાં ચોરી કરતી વખતે જે માયા કરેલી તેના કારણે જ લોકોમાં સાચું પણ બોલતા એવા તેને લોકો માયાવી જ માનતા હતા અને ધિક્કાર કરતા હતા, તેમાં પણ વામદેવમાં વર્તતી માયાની જ પરિણતિ કારણ છે. II૭૦૦II શ્લોક ઃ यदन्यजनितेनापि, दोषेणायं विबाधितः । संसारिजीवस्तत्रापि, स्तेयो माया च कारणम् ।।७०१ ।। શ્લોકાર્થ : જે કારણથી અન્યજનિત પણ દોષથી=અન્યએ કરેલી ચોરીના દોષથી, આ સંસારી જીવ, બાધા પામ્યો=વામદેવના ભવમાં બાધા પામ્યો, તેમાં પણ ચોરી અને માયા જ કારણ છે. II૭૦૧।। શ્લોક ઃ एवं चानन्तदोषाणामाकरस्ते दुरात्मिके । તથાપિ તોજ: વિષ્ઠઃ, સ્ટેયમાયે ન મુખ્યતિ ।।૭૦૨।। શ્લોકાર્થ - અને આ રીતે=વામદેવના ભવમાં અનુસુંદરના જીવને જે રીતે અનર્થો પ્રાપ્ત થયા એ રીતે, અનંતદોષોના આકાર તે બે દુરાત્મક છે=માયા અને ચોરી દુરાત્મક છે, તોપણ પાપિષ્ઠ લોક ચોરી અને માયાને મૂકતો નથી. પ્રજ્ઞાવિશાલાની અત્યંત માર્ગાનુસારી પ્રજ્ઞા અને ગાઢ સંવેગની પરિણતિને કારણે જે પ્રકારે માયા અને ચોરીના અનર્થ ફલોનું દર્શન વામદેવના ભવના કથનથી થાય છે તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૬૯૫થી ૭૦૨માં સ્પષ્ટ કરેલ છે. જેથી વિચારક જીવ તેના હાર્દને જાણીને પ્રજ્ઞાવિશાલાની જેમ ચોરી અને માયાના પરમાર્થને વિચારવા સમર્થ બને. II૭૦૨ા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy